5G નો ઉપયોગ કરનારાઓ થઇ જાય સાવધાન! શું મોંઘી થઇ શકે છે આ સર્વિસ?

5G Plan: દેશમાં 5G સર્વિસનો ખૂબ વિસ્તાર થઇ ચૂક્યો છે. 5G સર્વિસની લોકો સુધી પણ પહોંચ થઇ રહી છે પરંતુ કંપનીઓ તેનાથી આવક મેળવવામાં સક્ષમ નથી. એવામાં સવાલ એ છે કે શું સર્વિસ મોંઘી થઇ શકે છે? આવો જાણીએ તેના વિશે... 

1/5
image

5G Service: દેશમાં 5G સેવા શરૂ થયાને ઘણો સમય થઈ ગયો છે. ટેલિકોમ કંપનીઓ દ્વારા લોકોને 5G સેવા પણ આપવામાં આવી રહી છે. જો કે તેમ છતાં ટેલિકોમ કંપનીઓ તેમની આવકમાં વધારો કરી શકી નથી. હવે આ વાત સામે આવી છે કે દેશમાં 5G ખૂબ જ ઝડપથી વિસ્તર્યું છે પરંતુ કંપનીઓને તેનો લાભ મળી રહ્યો નથી. એવામાં સવાલ એ થાય છે કે શું 5G સેવા મોંઘી થઈ શકે છે?

2/5
image

આજે ભારતમાં લગભગ દરેક વ્યક્તિ પાસે સ્માર્ટફોન છે અને લોકો ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરે છે. આને ધ્યાનમાં રાખીને ભારતમાં 5G નેટવર્કનું વિસ્તરણ વિશ્વમાં સૌથી ઝડપી રહ્યું છે, પરંતુ આવકમાં વધારો થયો નથી. ટેલિકોમ નેટવર્ક બેન્ડવિડ્થનો 80 ટકા વપરાશ કરતી સંસ્થાઓ આવક ચૂકવતી નથી. એક વરિષ્ઠ અધિકારીએ આ વાત કરી છે.

3/5
image

'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' દરમિયાન, સેલ્યુલર ઓપરેટર્સ એસોસિયેશન ઓફ ઈન્ડિયા (COAI) ના ડિરેક્ટર જનરલ એસપી કોચરે કહ્યું કે ટેલિકોમ કંપનીઓ ગ્રાહકો પર બોજ નાખવા માંગતી નથી, પરંતુ નેટવર્કમાં કરવામાં આવતા રોકાણની કિંમત કોઈએ ભોગવવી પડશે.

4/5
image

કોચરે કહ્યું, “5Gનું વિસ્તરણ ઘણું સારું રહ્યું છે. 5G ના સૌથી ઝડપી વિસ્તરણ સાથે વિશ્વ વિક્રમ સર્જાયો છે. જો કે, તેમ છતાં, ટેલિકોમ ઉદ્યોગની આવક વાસ્તવમાં વધી નથી.તેમણે કહ્યું કે આ નેટવર્ક્સ શરૂ કરવા માટે જંગી મૂડી ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

5/5
image

કોચરે કહ્યું, “ખાનગી કંપનીઓ જે આ શરૂ કરી રહી છે તેઓ ચોક્કસપણે તેના પર વળતરની અપેક્ષા રાખે છે. કમનસીબે તે જોઈએ તેટલું નથી. 5G ના વિસ્તરણ માટે, ચાર-પાંચ મોટી સંસ્થાઓ આગળ આવી જેઓ ટેલિકોમ નેટવર્ક બેન્ડવિડ્થનો 80 ટકા ઉપયોગ કરે છે, પરંતુ આવક ચૂકવતા નથી.'' (ઇનપુટ: ભાષા)