White Food: હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દી માટે ધીમું ઝેર છે આ 6 સફેદ વસ્તુઓ

White Food: હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એવી સમસ્યા છે જેમાં વ્યક્તિએ નિયમિત દવા લેવાનું ધ્યાન રાખવું પડે છે અને સાથે જ દિવસ દરમિયાન તે કઈ વસ્તુ ખાય છે તેના પર પણ ધ્યાન આપવું પડે છે. કારણ કે બ્લડ સુગર અને બ્લડ પ્રેશર નોર્મલ રહેશે તે વાતનો આધાર આહાર પર પણ હોય છે. આજે તમને 6 એવી વસ્તુ વિશે જણાવીએ જેને ખાવાનું ડાયાબિટીસના દર્દીઓએ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ ટાળવું જોઈએ. આ 6 વસ્તુઓ તેમના માટે સ્લો પોઈઝન સાબિત થાય છે. 

બ્રેડ 

1/7
image

બ્રેડમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ હાઈ હોય છે. એટલે કે બ્રેડ બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. ડાયાબિટીસના દર્દી માટે બ્રેડ ખાવી હાનિકારક સાબિત થાય છે. બ્રેડમાં ફાઇબરની પણ ખામી હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને વધારી શકે છે. 

ચોખા 

2/7
image

ચોખા પણ સ્ટાર્ચ યુક્ત ખાદ્ય સામગ્રી છે. જે બ્લડ સુગરને ઝડપથી વધારે છે. નિયમિત ચોખા ખાવાથી ટાઈપ ટુ ડાયાબિટીસ થવાનું જોખમ પણ વધી જાય છે. હાઈ બ્લડ પ્રેશરના દર્દીએ પણ વધારે પ્રમાણમાં સફેદ ચોખા ખાવાનું ટાળવું જોઈએ. 

પાસ્તા

3/7
image

સફેદ પાસ્તા ફાઇબરથી ભરપૂર હોય છે જે બ્લડ સુગરને ઝડપથી વધારી શકે છે. પાસ્તાનું સેવન બ્લડપ્રેશરના દર્દીઓ માટે પણ ઘાતક સાબિત થાય છે. 

બટેટા 

4/7
image

બ્લડ સુગરના દર્દીઓ માટે બટેટા નુકસાનકારક છે. બટેટામાં સ્ટાર્ચ વધારે હોય છે. તેમાં સોડિયમ પણ વધારે હોય છે જે બ્લડ પ્રેશર વધારી શકે છે. બટેટાને બદલે અન્ય વસ્તુઓ ખાવી જોઈએ. 

ખાંડ 

5/7
image

બ્લડ સુગર અને બ્લડ પ્રેશરના દર્દીઓ શક્ય હોય ત્યાં સુધી ખાંડ ઓછી ખાય તે જરૂરી છે. બ્લડ સુગરમાં તો ખાંડનું સેવન વધારે કરવામાં આવે તો તે ઘાતક સાબિત થાય છે. શક્ય હોય ત્યાં સુધી સફેદ ખાંડના અન્ય વિકલ્પો પર ધ્યાન આપવું.

મેંદો 

6/7
image

સફેદ લોટ એટલે કે મેંદાને બદલે અન્ય અનાજના લોટ પર ફોકસ કરવું જોઈએ. ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર ના દર્દીઓ માટે મેંદો હાનિકારક સાબિત થાય છે. મેંદો ઝડપથી વજન પણ વધારે છે.

7/7
image