આ ડોક્ટર દંપતીના પ્રકૃતિ પ્રેમને સલામ! ગુજરાતમાં આ ઘર બન્યું આકર્ષણનું કેન્દ્ર, સુવિધાઓ એવી કે...
ઉમેશ પટેલ/વલસાડ: વલસાડ જિલ્લામાં એક તબીબ દંપતી દ્રારા પર્યાવરણને નુકશાન કર્યા વિના જુના લાકડા અને કાતમારને રિયુઝ કરી પોતાનું એક અનોખું ઘર ઉભું કરવામાં આવ્યું છે.
તબીબ દંપતીનું આ ઘર પર્યાવન સાથે સંકળાયેલું બનાવવામાં આવ્યું છે. જેના કારણે અહીંયા અલગ અલગ પક્ષીઓ પણ આવે છે સાથે આ તબીબ દંપતી દ્રારા પક્ષીઓ માટે પણ પોતાના ઘરમાં આશરો બનાવાયો છે. જેથી તે પક્ષીઓ પણ રહી શકે સાથે તબીબ દંપતી દ્રારા પર્યાવણ બચાવવા માટે 2000થી વધુ વૃક્ષોને રોપવામાં આવ્યા છે.
સમગ્ર વિશ્વ ભર ગ્લોબલ વોર્મિંગના કારણે ચિંતિત છે, ત્યારે પર્યાવરણને બચાવવા માટે લોકો અનેક પ્રકારના પ્રયાસો કરી રહ્યા છે સાથે વૃક્ષો વાવી રહ્યા છે ત્યારે વલસાડ જિલ્લામાં એક એવું ઘર બનાવવામાં આવ્યા જ્યાં એક પણ વૃક્ષ કાપવમાં આવ્યું નથી, સાથે જુના કાટમાળના લાકડાનો પુનઃઉપયોગ કરી પોતાનું ઘર બનાવવામાં આવ્યું છે.
વલસાડ જિલ્લાના વલસાડ તાલુકાના ફલધરા ગામ ખાતે રહેતા અને સેવાભાવી આદિવાસી તબીબ દંપતી દ્વારા પર્યાવરણ અને પક્ષી પ્રેમ તથા માતૃભૂમિ પ્રત્યેની લાગણી ઉજાગર કરતું પોતાનું ઘર બનાવ્યું છે.
પર્યાવરણની સાથે મકાનની ફરતે દીવાલમાં અબોલ પક્ષીઓના આશ્રયસ્થાન એવા પક્ષી માળા, પક્ષીઓની તરસ છીપાવવા આંગણામાં પાણીનો કુંડ, પતંગિયા, પક્ષીઓને આકર્ષતા ફળ અને ફૂલ ઝાડોનું વાવેતર તેમજ દેશી બિયારણના વેલાવાળી જૈવિક શાકભાજી તથા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરતાં ત્રણ બોરમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ થકી નવું ઘર પર્યાવરણને અનુરૂપ અને પ્રકૃતિનું નજીક લઈ જતું બનાવવામાં આવ્યું છે.
વલસાડ તાલુકાના ફલધરા ગામના વતની અને ધરમપુરની શ્રી સાઇનાથ હોસ્પિટલના પેથોલોજીસ્ટ ડૉ. હેમંત પટેલે સેવા તથા વતનપ્રેમને શહેરના સ્થાને પોતાના ગામમાં એકપણ વૃક્ષ કાપ્યા વિના 7000 સ્કવેર ફૂટના વિશાળ ઘરમાં માત્ર કાટમાળના લાકડાનો રિયુઝ કરીને એક અનોખી પહેલ કરી છે.
એકપણ વૃક્ષ નવા ઘર માટે કાપ્યો નથી. સામે તેમણે અને તેમની પત્ની ડૉ.નિતલ પટેલે ફલધરા ગામમાં જ જેટલું લાકડું વપરાયું એટલા જ વૃક્ષ વાવયા છે અને ઉછેર પણ કરી રહ્યા છે.
તબીબ દ્રારા અલગ અલગ વિસ્તારમાંથી 40થી 60 વર્ષ જુના મકાનના લાકડા મેળવી ઘર બનાવાયું છે. સાથે ઘરની દીવાલમાં દસ પક્ષીના માળા બનાવવાની સાથે સ્લેબ નહીં કરી નળિયા પ્રકારનું આયોજન કરી વર્ષો અગાઉની ઢબને જીવંત કરવાનો એક પ્રયાસ કર્યો છે.
પોતાના નવનિર્મિત ઇકો ફ્રેંડલી ઘર બનાવવા નો પ્રયાસ કર્યો છે ઘરના નિર્માણમાં કુદરતી હવા-ઉજાસ પૂરતા પ્રમાણમા રહે, એ.સી.નો ઉપયોગ ઓછો થાય એનું વિશેષ ધ્યાન રાખ્યું છે.
સૂર્યના પ્રથમ કિરણનું આગમન, ઘરમાં આવતી પવનની દિશા, બહારથી ગરમ અને અંદરથી ઠંડી રાખતી કેવિટી વોલ, હવાની અવરજવર માટે ક્રોસ વેન્ટીલેશન, પ્રકાશ અને હવાને ધ્યાનમાં રાખી વેધર પ્રોટેક્શન અને પક્ષીઓ માટે કમળ સાથે પાણીનો નાનો કુંડ બનાવ્યો છે. સાથે ત્રણ બોર અને કુંડમાં વોટર હરવેસ્ટિંગ સિસ્ટમ પણ બનાવી છે.
મકાન નિર્માણમાં પુનઃ વપરાયેલા જુના લાકડા જેટલા જ વૃક્ષ ફલધરા ગામમાં વાવીને ઉછેરવા માં આવી રહ્યા છે અત્યાર સુધી તબિયતમ પટેલ દ્વારા 2000 જેટલા વૃક્ષો વાવ્યા છે અને તેનો જતન કરવામાં આવી રહ્યું છે. દંપતિના પર્યાવરણ પ્રેમને દર્શાવતું આ ઘર આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
Trending Photos