Natasa Stankovic Dating: ક્રિકેટર હાર્દિક પંડ્યાથી છૂટાછેડા બાદ નતાશાને મળ્યો નવો પ્રેમ, કોને ડેટ કરી રહી છે અભિનેત્રી?

Natasa Stankovic Dating: નતાશા સ્ટેનકોવિક તેની લવ લાઈફને લઈને અનેક વાર ચર્ચામાં રહે છે. આ પહેલા પણ તેણી અલી ગોનીને ડેટ કરી ચૂકી છે. ત્યારબાદ તેણે હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. હવે તેમના છૂટાછેડા થઈ ગયા છે.
 

1/8
image

Natasa Stankovic Dating:  અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક અને હાર્દિક પંડ્યાની લવસ્ટોરીની ખૂબ ચર્ચા થઈ હતી. તેણે પોતાના અચાનક સંબંધ અને લગ્નના સમાચારથી બધાને ચોંકાવી દીધા હતા.

2/8
image

બંનેને એક પુત્ર પણ છે જેનું નામ અગસ્ત્ય પંડ્યા છે. જોકે લગ્નના થોડા વર્ષો બાદ બંને અલગ થઈ ગયા હતા.  

3/8
image

હાર્દિક અને નતાાશાના છૂટાછેડાના સમાચાર ખૂબ ચર્ચામાં હતા. હાર્દિકથી છૂટાછેડાની જાહેરાત કરતા પહેલા નતાશા વતન વિદેશ જતી રહી હતી. પછી તેણે છૂટાછેડાની જાહેરાત કરી.  

4/8
image

નતાશા હવે ભારતમાં જ છે. તે ઘણીવાર જોવા મળે છે. નતાશા પોતાની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ પર ફોકસ કરી રહી છે.  

5/8
image

હવે ફરી એકવાર નતાશાના અફેરના સમાચાર ચર્ચામાં છે. અભિનેત્રીનું નામ એલેક્ઝાન્ડર એલેક્સ સાથે જોડવામાં આવી રહ્યું છે.  

6/8
image

બંને ઘણીવાર સાથે જોવા મળે છે. બંને દિવાળી પાર્ટીમાં પણ સાથે ગયા હતા. તે સોશિયલ મીડિયા પર પણ પોતાના ફોટા શેર કરવામાં અચકાતી નથી.  

7/8
image

જો કે હજુ સુધી બંને તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે નતાશા પહેલા એલેક્ઝાન્ડર એલેક્સનું નામ અભિનેત્રી દિશા પટણી સાથે પણ જોડાયું હતું.  

8/8
image

એલેક્ઝાંડર એલેક્સે તાજેતરમાં જ નતાશા સાથેનો એક વીડિયો અને ફોટો શેર કર્યો છે. વીડિયોમાં તેણે નતાશાને ફ્રેન્ડ કહી હતી.