Pic : નખની કરામત કરીને PM મોદીના પેઈન્ટિંગ્સ બનાવતો આવો કલાકાર નહિ જોયો હોય તમે

પેઇન્ટિંગ બનાવતા ગુજરાતના અનેક શોખીનો આપે જોયા હશે પરંતુ અમદાવાદના કલાકાર ગિરીશ પંચાલને જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો. જી હાં, કેમ કે તેઓ કોઈ કલરથી નહિ પરંતુ નખથી પેઇન્ટિંગ બનાવે છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ પેઇન્ટિંગ તેઓએ માત્ર નખના આધારે બનાવ્યાં છે. 

મૌલિક ધામેચા/અમદાવાદ :પેઇન્ટિંગ બનાવતા ગુજરાતના અનેક શોખીનો આપે જોયા હશે પરંતુ અમદાવાદના કલાકાર ગિરીશ પંચાલને જોઈ તમે અચંબામાં મૂકાઈ જશો. જી હાં, કેમ કે તેઓ કોઈ કલરથી નહિ પરંતુ નખથી પેઇન્ટિંગ બનાવે છે. અત્યાર સુધીમાં સંખ્યાબંધ પેઇન્ટિંગ તેઓએ માત્ર નખના આધારે બનાવ્યાં છે. 
 

1/2
image

ચૂંટણી પહેલા જ તેમણે નરેન્દ્ર મોદીના પણ પેઇન્ટિંગ બનાવવાની શરૂઆત કરતા અત્યાર સુધી 5૦ જેટલા પેઇન્ટિંગ માટે નરેન્દ્ર મોદીના બનાવી ચૂક્યા છે. ગિરીશ પંચાલની ઈચ્છા છે કે, તેઓ વડાપ્રધાને આ તમામ પેઇન્ટિંગ તેમના જન્મદિવસ પર આપવા માંગુ છું.

2/2
image

ગિરીશ પંચાલ ડિઝાઇન કોન્સેપ્ટનું કામ કરે છે. પરંતુ પોતાના શોખથી નખ પેઈન્ટિંગ ચિત્રો બનાવે છે. ગિરીશ પંચાલનું માનવું છે કે પોતે આ પેઇન્ટિંગને ક્યારેય વેચતા નથી. પરંતુ ચેરિટી માટે અને કોઈ સારા કામ માટે પેઈન્ટિંગનો ઉપયોગ કરે છે.