ગુજરાતમાં વિચિત્ર ઋતુનો લોકોને થશે અનુભવ! જાણો અંબાલાલ પટેલની 'ગાભા' કાઢી નાંખે તેવી આગાહી

Gujarat Weather Forecast: ગુજરાતમાં ભરશિયાળે મોસમનો મિજાજ બદલાયો છે. ત્યારે ફરી એક મોટી આગાહી આવી ગઈ છે. આગામી 5 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પમ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

1/6
image

આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહશે. આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી. પાંચ દિવસ તાપમાનમાં 2 ડિગ્રી વધારો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અસર કારણ ન કારણે રાજ્યભરમાં વાદળ છાયું વાતાવરણ રહેશે. હાલ ઉત્તર પશ્ચિમથી પશ્ચિમ દિશા પવન ફુંકાઇ રહ્યાં છે. આ મહિનામાં બેવડી ઋતુનો અહેસાસ થશે. અમદાવાદમાં 15 ડિગ્રી અને ગાંધીનગર 14.6 તાપમાન નોંધાયું છે.

2/6
image

રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહશે. વરસાદ વરસવાની કોઈ આગાહી નથી. આગામી ચાર દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવના રહેશે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે વાદળછાયું વાતાવરણ પણ થઇ શકે છે. અમદાવાદમાં 15.7 ડિગ્રી સેલ્શિયસ તથા ગાંધીનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. નોંધનીય છે કે, હાલ રાજ્યમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારો લાગી રહ્યો છે. જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. જેથી હાલ મિશ્ર ઋતુ છે.

3/6
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, ફેબ્રુઆરી મહિનામાં વારંવાર વાતાવરણમાં પલટો આવશે તેવી આગાહી કરી છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, ઠંડીમાં વઘઘટ થયા કરશે અને તેમજ ફેબ્રુઆરીમા બે રાઉન્ડ ઠંડીના આવશે તેમ પણ જણાવ્યુ છે. મહત્તમ અને લઘુતમ તાપમાન વચ્ચે 12થી 15 ડિગ્રીનો તફાવત જોવા મળી રહ્યો છે. જેના કારણે સવારે અને રાતે ઠંડીનો અને બપોર થતા ગરમીનો અનુભવ પણ થશે.

4/6
image

જમ્મુ કાશ્મીર સહિત પર્વતીય વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. તો ગુજરાત પર પણ તેની અસર જોવા મળી છે. ગુજરાત સહિત દિલ્હીમાં કમોસમી વરસાદ આવ્યો છે. જોકે, આ વચ્ચે ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. આજથી 7 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીમાં વધારો થશે.

ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે

5/6
image

ગુજરાતમાં ફેબ્રુઆરીમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આ શક્યતા વ્યક્ત કરી છે. આ વર્ષે શિયાળામાં કેટલાક દિવસોને બાદ કરતા અન્ય દિવસોમાં બહુ ઠંડી નહોતી પડી. પરંતુ ફેબ્રુઆરી મહિનામાં ગાત્રો થીજાવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. સાતમી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે. જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે.

6/6
image

હવામાન વિભાગની આગાહી કહે છે કે, પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7 મી પછી ગાત્રો થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો હૂંફાળો રહ્યો. પરંતું હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થતુ જઈ રહ્યું છે. જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમયે ગાત્રો થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવુ અંબાલાલ પટેલે જણાવ્યું.