જે જમીનમાં ડાંગર-ઘઉં સિવાય કંઈ પાકે નહિ, ત્યાં મરચાની ખેતી કરીને ગુજરાતના ખેડૂતે કમાલ કરી દીધી
Success Story બુરહાન પઠાણ/આણંદ : ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં નવા પ્રયોગો કરી રહ્યાં છે. આત્મનિર્ભર બની રહેલા ગુજરાતના ખેડૂતો હવે ખેતીમાં કંઈક નવુ કરવા માંગે છે. આવું જ કંઈક આણંદના ખેડૂતે કર્યું. આણંદના તારાપુરમાં રહેતા ખેડૂત દિનેશભાઈએ મરચાંની સફળ ખેતી કરી ભાલ પંથકમાં નવો ચિલો ચિતર્યો છે.
આણંદ જિલ્લામાં તારાપુર અને ખંભાત સહિતનો છેવાડાનો વિસ્તાર ભાલ પંથક તરીકે ઓળખાય છે અને તેમાં પણ કૃષિક્ષેત્રે જો વાત કરવામાં આવે તો અહીં મુખ્યત્વે ખરીફ સીઝનમાં ડાંગર અને રવિ સીઝનમાં ઘઉં નું મબલક પ્રમાણમાં વાવેતર થતુ હોય છે. પરંતુ એક વિચારશીલ ખેડૂતે મરચાની ખેતી કરીને મબલખ કમાણી કરી છે.
ભાલ પંછકની અહીંની કાળી ચીકણી જમીનના પટ્ટામાં ખેડૂતો પાસે ડાંગર અને ઘઉંની ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી હોતો. તેવામાં તારાપુર શહેરમા વસવાટ કરતા દિનેશભાઈએ ઓગસ્ટ મહિનામા મરચાંનું વાવેતર કરી તેની સફળ ખેતી કરી છે અને બમ્પર ઉત્પાદન મેળવી રહ્યાં છે.
દિનેશભાઈએ પરંપરાગત ઘઉંની ખેતી છોડી પોતાની સાડા પાંચ વીઘા જમીનમાં મરચાંની ખેતીનો નવતર પ્રયોગ કર્યો છે. રવિ સીઝનમા ઘઉંની ખેતીને જાકારો આપી ચરોતરમાં રહેતા પોતાના સંબંધીની સલાહ માની પોતાની મધ્યમ સાડા પાંચ વીઘા જેટલી પોતાની જમીનમાં મરચાંનું વાવેતર કર્યું છે. ત્યાર બાદથી આજ દિન સુધી મનુભાઈ આ સાડા પાંચ વીઘા જમીનમાંથી 1000 મણ જેટલા મરચાં વિણ્યા છે. જેની અંદાજિત રકમ સાડા ચાર લાખ રૂપિયા થાય છે.
અહીંયા ઘઉંની ખેતીમાં ખેડૂતને વીઘા દીઠ માત્ર 10 થી 12 હજાર રૂપિયાની આવક મળતી હોય છે, ત્યારે આ વર્ષે દિનેશ પટેલે ઘઉંની ખેતી પહેલા જ ઓગસ્ટ મહિનામાં મરચાંનું વાવેતર કરી દીધું છે. હાલ ડિસેમ્બર મહિના સુધીમાં એક વિઘા દીઠ 75,000 જેટલી આવક મેળવી છે. અહીંની પરંપરાગત ખેતીમા મરચાંની સફળ ખેતીનો નવો ચીલો ચીતર્યો છે. જેથી હવે અન્ય ખેડૂતો પણ આ દિશામા વળ્યાં છે.
Trending Photos