એપ્રિલ પહેલા શનિની ચાલમાં 2 ધરખમ ફેરફાર, 3 રાશિવાળાને જબ્બર ધનલાભ કરાવી શકે, અપાર પૈસો, પદ-પ્રતિષ્ઠા મળશે!

વૈદિક જ્યોતિષ મુજબ શનિદેવની ચાલમાં બેવાર ફેરફાર થવા જઈ રહ્યા છે. જેનાથી કેટલીક રાશિઓના જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

1/5
image

વૈદિક જ્યોતિષ મુજબ કર્મફળ દાતા અને ન્યાયાધીશ શનિદેવ એપ્રિલ સુધી 2વાર પોતાની ચાલમાં ફેરફાર કરવા જઈ રહ્યા છે. અત્રે જણાવવાનું કે શનિદેવ 28 ફેબ્રુઆરીએ અસ્ત થવા જઈ રહ્યા છે. શનિદેવ પોતાની સ્વરાશિ કુંભમાં અસ્ત થશે. અત્રે જણાવવાનું કે 29 માર્ચના રોજ શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે. આમ શનિદેવ માર્ચ સુધીમાં બેવાર પોતાની ચાલમાં ફેરફાર કરશે. જેનાથી કેટલીક રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે. કરિયર અને વેપારમાં પ્રગતિ થઈ શકે છે. જાણો આ લકી રાશિઓ વિશે...  

મકર રાશિ

2/5
image

મકર રાશિના જાતકો માટે શનિદેવની ચાલમાં ફેરફાર લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ જેવા માર્ચમાં મીન રાશિમાં પ્રવેશ કરશે કે મકર રાશિના જાતકો પરથી શનિની સાડા સાતી ઉતરશે. નોકરીયાતોને કાર્યસ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. નોકરી બદલવા માટે સમય અનુકૂળ છે. પ્રોપર્ટી, શેર બજાર કે વેપારથી મોટી કમાણી થઈ શકે છે. ભોગ વિલાસની સામગ્રીઓ અને ધન સંપત્તિમાં વધારો થશે. વેપારીઓને સારો એવો ધનલાભ થઈ શકે છે. 

વૃષભ રાશિ

3/5
image

શનિદેવની ચાલમાં ફેરફારથી વૃષભ રાશિના જાતકોને શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી આવક અને લાભના સ્થાન પર ગોચર કરશે. આથી આ દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આ સાથે જ તમે આવકના નવા સ્ત્રોતથી ધન કમાઈ શકો છો. કાર્યક્ષેત્રમાં માન સન્માન અને પ્રચુર ધન પ્રાપ્તિ થઈ શકે છે. વેપારીઓને વિશેષ લાભ થશે. ફાલતું ખર્ચા ઓછા થશે. કામના ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ખુલશે. રોકાણથી લાભના યોગ છે. વેપારીઓને મોટી વેપારી ડીલ થઈ શકે છે. 

ધનુ રાશિ

4/5
image

ધનુ રાશિના જાતકો માટે શનિદેવની ચાલમાં ફેરફાર લાભકારી સાબિત થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ચતુર્થ ભાવમાં ગોચર કરવા જઈ રહ્યા છે. જે સુખ અને સંપત્તિનો ભાવ કહેવાય છે. આથી આ સમય દરમિયાન તમને વાહન અને પ્રોપર્ટીનું સુખ મળી શકે છે. આ દરમિયાન ઘરમાં ખુશીઓનો માહોલ રહેશે. જૂના કૌટુંબિક વિવાદ ઉકેલાઈ શકે છે. જે લોકો રિયલ એસ્ટેટ, પ્રોપર્ટી કે જમીન સંપત્તિના કામકાજ સાથે જોડાયેલા હોય તેમને સારો લાભ થઈ શકે છે. માતા સાથે સંબંધ વધુ મજબૂત થઈ શકે છે.   

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.