Healthy Juice: 7 દિવસ સુધી પીવો બીટ અને આમળાનો જ્યૂસ, સ્વાસ્થ્ય અને ત્વચા સંબંધિત આ 5 ફાયદા દેખાવા લાગશે

Beetroot Amla Juice: બીટ અને આમળા બંને વસ્તુ શરીર માટે ફાયદાકારક છે. આ બંને વસ્તુથી બનેલું જ્યુસ પીવાથી શરીરની ઘણી બધી સમસ્યાથી છુટકારો મળી શકે છે. જો આ અનુભવ કરવો હોય તો ફક્ત 7 દિવસ બીટ અને આમળાનો જ્યુસ બનાવીને પીવાનું રાખો. 7 દિવસ દરમિયાન તમને શરીરમાં આ 5 ફાયદા થતા જોવા મળશે. 

ઇમ્યુનિટી બુસ્ટ થશે 

1/6
image

બીટ અને આમળાના રસમાં વિટામીન સી અને એન્ટિ ઓક્સિડન્ટ હોય છે જે ઇમ્યુનિટીને બુસ્ટ કરવામાં મદદ કરે છે. રોજ બીટ અને આમળાનો રસ પીવાથી બીમારીઓ અને સંક્રમણથી શરીરનું રક્ષણ થાય છે. 

કબજિયાત 

2/6
image

કબજિયાત અથવા તો ગેસ જેવી તકલીફ હોય તો બીટ અને આમળાનો જ્યુસ ડાયટમાં સામેલ કરો. આ જ્યુસ પીવાથી પાચન સુધરશે અને કબજિયાતથી છુટકારો મળશે. 

સુંદર ત્વચા 

3/6
image

ત્વચાની સુંદરતા વધારવા માટે આમળા અને બીટનો રસ પીવો જોઈએ. બંને વસ્તુ ત્વચાને ફાયદો કરે છે અને ત્વચાની ચમક વધારે છે. આમળા અને બીટનો રસ પીવાથી વધતી ઉંમરના લક્ષણો ત્વચા પર દેખાતા નથી. 

આંખ માટે ફાયદાકારક 

4/6
image

બીટ અને આમળાનો રસ આંખ માટે ફાયદાકારક છે. આ જ્યુસ વિટામીન એથી ભરપૂર હોય છે જે આંખના સ્વાસ્થ્યને સુધારે. આમળામાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે આંખ સંબંધિત સમસ્યામાં રાહત આપે છે. 

બોડી ડિટોક્ષ થશે 

5/6
image

શરીરને ડિટોક્ષ કરવા માટે લોકો અલગ અલગ ડાયટ પ્લાન ફોલો કરતા હોય છે. શરીરને ડિટોક્ષ કરવું હોય તો એક અઠવાડિયા સુધી આમળા અને બીટનો રસ પીવો. તેનાથી શરીરમાં જામેલી ગંદકી સરળતાથી બહાર નીકળી જશે.

6/6
image