BlackBerry KEY2 નું Lite વર્જન 30 ઓગસ્ટના રોજ થશે લોંચ, જાણો સ્પેસિફિકેશન

બ્લેકબેરી ખૂબ જલદી પોતાના નવા સ્માર્ટફોનને IFA 2018માં લોંચ કરવા જઇ રહ્યો છે. IFA 2018નું આયોજન આ વર્ષે જર્મનીના બર્લિન શહેરમાં કરવામાં આવ્યું છે. 

QWERTY કીબોર્ડ અને પોલીકાર્બોનેટ બોડી

1/5
image

બ્લેકબેરી ખૂબ જલદી પોતાના નવા સ્માર્ટફોનને IFA 2018માં લોંચ કરવા જઇ રહ્યો છે. IFA 2018નું આયોજન આ વર્ષે જર્મનીના બર્લિન શહેરમાં કરવામાં આવ્યું છે. આ ટ્રેડ શો 31 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર સુધી ચાલશે. કંપનીએ BlackBerry KEY2 LEનું ટીઝર લોંચ કર્યો છે. ટ્રેડ શોના ઠીક પહેલાં 30 ઓગસ્ટે આ ફોનને લોંચ કરવામાં આવશે. રિપોર્ટ્સ અનુસાર આ સ્માર્ટફોન બ્લેકબેરીનું મિડ સેગમેંટ સ્માર્ટફોન થશે. BlackBerry KEY2 LEની ડિઝાઇન લગભગ KEY 2 જેવી જ છે. આ ફોનમાં ક્વેર્ટી (QWERTY) કીબોર્ડ અને પોલિકાર્બોનેટ બોડીનો ઉપયોગ કર્યો છે. 

સ્નૈપડ્રેગન 636 પ્રોસેસર

2/5
image

આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફ્રેમમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. મોટાભાગના બ્લેકબેરી ફોનના ફ્રેમમાં મેટલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના ઘણા કલર ઓપ્શનની પણ સંભાવના છે. પ્રોસેસરની વાત કરવામાં આવે તો મીડિયા રિપોર્ટ્સના અનુસાર તેમાં ઓક્ટા કોર Qualcomm સ્નૈપડ્રેગન 636 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

ડુઅલ રિયર કેમેરા

3/5
image

ફોનમાં ડુઅલ રિયર કેમેરા છે. પ્રાઇમરી કેમેરા 13 મેગાપિક્સલ અને સેકેંડ્રી કેમેરા 5 મેગાપિક્સલનો હશે. ફોનની ડિસ્પ્લે 4.5 ઇંચ છે, જેનું રિઝોલ્યૂશન 1080x1620 પિક્સલ છે. ડિસ્પ્લે સેફ્ટી માટે કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન એંડ્રોઇડ 8.1 ઓરિયા ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરે છે. રેમ 4 જીબી છે.

ફોનની બેટરી 3000mAh ની છે

4/5
image

સ્માર્ટફોનની મેજરમેંટ 150.25 x 71.8 x 8.35(LWT) મીલિમીટર છે. ફોનની બેટરી 3000 mAhની છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોન 4G, VoLTE, 3G, Wi-Fi, Bluetooth અને GPSને સંપૂર્ણ પને સપોર્ટ કરે છે. 

બ્લેકબેરીએ ભારતીય બજારમાં Evolve અને Evolve X સ્માર્ટફોન લોંચ કર્યો હતો

5/5
image

ગત મહિને બ્લેકબેરીએ ભારતીય બજારમાં Evolve और Evolve X સ્માર્ટફોન લોંચ કર્યો છે. Evolve ને 24,990 રૂપિયામાં અને Evolve Xને 34,990 રૂપિયામાં લોંચ કરવામાં આવ્યો હતો. આ બંને ફોન બ્લેકબેરી પહેલાં સ્માર્ટફોન છે. જેમાં વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ ફીચરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. (તમામ ફાઇલ ફોટો છે)