Budget 2022 : મોદી રાજમાં તૂટી બજેટ સાથે જોડાયેલી આ 5 પરંપરા, કેટલીક તો અંગ્રેજોના જમાનાથી ચાલતી હતી
Budget 2022 : વડાપ્રધાન મોદીએ 2014થી દેશની જવાબદારી સંભાળી છે. ત્યારથી લઇને અત્યાર સુધી તેમણે ઘણી વિવિધ પ્રકારની પરંપરાઓ બદલી છે. આવી જ કેટલીક પરંપરાઓ કેન્દ્રીય બજેટ (Union Budget) સાથે જોડાયેલી છે, જેને પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન પણ બદલવામાં આવી હતી. હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2022ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં બજેટની બદલાયેલી પરંપરાઓ વિશે વાત કરીએ.
બજેટ રજૂ થવાની તારીખ
અંગ્રેજોના સમયથી દર વર્ષે 28 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ હવે તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. વર્ષ 2017માં પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન તત્કાલિન નાણામંત્રી અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું હતું, ત્યારબાદ તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવ્યું હતું. આ ફેરફારનું કારણ એ હતું કે બજેટ સંબંધિત તમામ પ્રક્રિયાઓ નવું નાણાકીય વર્ષ શરૂ થાય તે પહેલા પૂર્ણ કરી લેવી જોઈએ.
સામાન્ય બજેટનો ભાગ બન્યું રેલ બજેટ
અગાઉ રેલવે બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 2016માં 1924થી ચાલી આવતી આ પરંપરા બદલાઈ ગઈ. અગાઉ તેને સામાન્ય બજેટ પહેલા સંસદમાં રાખવામાં આવતું હતું. પરંતુ 2016 થી રેલવે બજેટ પણ યુનિયન બજેટનો જ એક ભાગ હોય છે.
બ્રીફકેસથી ટેબ્લેટ સુધીની સફર
આઝાદ ભારતમાં પ્રથમ વખત 1947માં પહેલીવાર નાણામંત્રી આરસીકેએસ ચેટ્ટીએ બજેટ રજૂ કર્યું, ત્યારે તેઓ ચામડાની બ્રીફકેસમાં દસ્તાવેજો લઈને સંસદ પહોંચ્યા. પરંતુ 5 જુલાઈ, 2019 ના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ લાલ કાપડના પોટકામાં બજેટ પેપર્સ લઈને પહોંચ્યા. કોરોના મહામારીને કારણે તે 2021માં ટેબલેટ લઈને આવ્યા હતા, તે ડિજિટલ બજેટ હતું.
ખતમ થઇ પંચવર્ષીય યોજનાઓ
મોદી સરકારે 2015 માં આયોજન પંચને નાબૂદ કરી અને નીતિ આયોગની રચના કરી. આ સાથે જ દેશમાં બની રહેલી પંચવર્ષીય યોજનાઓનો પણ અંત આવ્યો. આ યોજનાઓ દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના સમયથી ચાલી રહી હતી. પરંતુ 2017 માં તે સમાપ્ત થઇ ગઇ.
ટૂટી હલવા સેરેમનીની પરંપરા
કોવિડ રોગચાળાને કારણે વર્ષ 2022માં બજેટ છપાય તે પહેલા યોજાનાર હલવા સમારોહ પણ કરવામાં આવ્યો ન હતો. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે હલવા સમારંભને બદલે મુખ્ય કર્મચારીઓને તેમના કાર્યસ્થળો પર 'લોક-ઇન' કર્યા પછી મીઠાઈઓ આપવામાં આવી હતી.
Trending Photos