Shree Bijasan Mata Mandir: અહીં માતાજીની માનતા કરવાથી સંતાન પ્રાપ્તિ થાય છે, 1000 વર્ષ જૂનું છે મંદિર

Chaitra Navratri: 2024 માં આજથી ચૈત્ર નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન લાખો ભક્તો પોતાના શહેરો, રાજ્યોના મોટા અને સિદ્ધ દુર્ગા માતાના મંદિરે જાય છે. તેમાંથી એક છે ઈન્દોરનું પ્રાચીન બિજાસન માતા મંદિર, જ્યાં ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ધામધૂમથી નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. માન્યતા છે કે આ મંદિરમાં માંગેલી દરેક માનતા પૂર્ણ થાય છે. ચૈત્ર નવરાત્રિના અવસરે આ મંદિર વિશે જાણીએ..

1/8
image

ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિરનો ઈતિહાસ 1000 વર્ષ જૂનો છે. આ મંદિરનું નિર્માણ ઈન્દોરના મહારાજા શિવાજીરાવ હોલ્કરે 1760માં કરાવ્યું હતું.

2/8
image

બિજાસન માતા મંદિર મધ્ય પ્રદેશનું એકમાત્ર એવું મંદિર છે જ્યાં માતાના નૌદેવી સ્વરૂપના દર્શન થાય છે. 

3/8
image

બિજાસન માતાને સૌભાગ્ય અને પુત્રદાયિણી માનવામાં આવે છે. તેના કારણે દેશભરમાંથી નવ પરીણિત કપલ માતાના દર્શન અને પૂજન માટે જાય છે. 

4/8
image

અહીંના લોકોનું માનવું છે કે આલ્હા-ઉદલ બે ભાઈઓએ માંડૂના રાજાને હરાવવા માટે બિજાસન માતાની માનતા રાખી હતી.

5/8
image

મંદિરની પાસે એક તળાવ પણ છે, જેની ખાસિયત છે કે તે અત્યાર સુધી સૂકાયું નથી. ગમે એટલી ગરમી કેમ ન હોય આ તળાવમાં હંમેશા પાણી રહે છે.

6/8
image

બિજાસન માતા મંદિરની માન્યતા છે કે અહીં દરેક માંગવામાં આવેલી દરેક માનતા પૂર્ણ થાય છે. વિશેષ રૂપથી અહીં સંતાન પ્રાપ્તિ માટે શ્રદ્ધાળુઓ માનતા રાખે છે, જે પૂરી થાય છે.

7/8
image

ચૈત્ર નવરાત્રિ દરમિયાન બિજાસન માતા મંદિરમાં ભવ્ય મેળાનું આયોજન થાય છે. નવરાત્રિમાં માતાના દરબારમાં 3 લાખથી વધુ શ્રદ્ધાળુઓ દર્શન અને પૂજન માટે આવે છે.

8/8
image

ઈન્દોરમાં સ્થિત બિજાસન માતા મંદિર શહેરના રેલવે સ્ટેશનથી 9.8 કિલોમીટર દૂર છે. અહીં પહોંચવા માટે આશરે 30 મિનિટનો સમય લાગે છે.