ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ખતમ થઈ જશે રોહિત શર્માની કારકિર્દી ? આ દિગ્ગજ ક્રિકેટરે કર્યો મોટો દાવો
Rohit Sharma : ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાની સાથે જ રોહિત શર્માની નિવૃત્તિને લઈને ફરી અટકળો શરૂ થઈ ગઈ છે. રોહિત શર્માને લઈને પૂર્વ ક્રિકેટરે મોટો દાવો કર્યો છે. તેમનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્મા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે.
Rohit Sharma : રોહિત શર્મા છેલ્લા એક વર્ષથી ખરાબ ફોર્મના કારણે સતત ટીકાઓનો સામનો કરી રહ્યો છે. જો કે, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા રોહિત શર્માએ ઈંગ્લેન્ડ સામેની ત્રણ મેચની વન-ડે શ્રેણી દરમિયાન શાનદાર સદી ફટકારીને ફોર્મમાં પરત ફર્યો હતો.
રોહિત શર્માએ બાંગ્લાદેશ સામેની છેલ્લી ચેમ્પિયન્સ ટ્રોફી મેચમાં પણ 41 રનની તોફાની ઇનિંગ રમીને ભારતને સારી શરૂઆત અપાવી હતી.
પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરનું માનવું છે કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્મા કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. તેમના મતે વર્તમાન કેપ્ટન રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી ક્રિકેટને અલવિદા કહી શકે છે. કારણ કે ODI ક્રિકેટની આગામી મોટી ટુર્નામેન્ટ વર્લ્ડ કપ છે, જે વર્ષ 2027માં યોજાવાનો છે.
રોહિત શર્માએ ગયા વર્ષે T20 વર્લ્ડ કપ પછી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને ત્યારથી તેનું પ્રદર્શન સારું રહ્યું નથી. તેથી જ સંજય માંજરેકરને લાગે છે કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી સમાપ્ત થયા બાદ મોટી જાહેરાત કરી શકે છે.
સંજય માંજરેકરે વધુમાં કહ્યું કે રોહિત શર્મા માટે વન ડે વર્લ્ડ કપ જીતવું હજુ પણ અધૂરું સપનું છે, પરંતુ તે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તેની પૂર્તિ કરી શકે છે.
Trending Photos