Mucus Home Remedies: છાતીમાં જામેલો કફ છુટો પડી નીકળી જશે બહાર, અપનાવો આ ઘરેલુ ઉપાય
Mucus Home Remedies: શિયાળાની ઋતુ શરૂ થાય એટલે શરીરમાં ઘણી બધી સમસ્યાઓ પણ થવા લાગે છે. જેમાં સૌથી સામાન્ય હોય છે શરદી અને ઉધરસ. ઘણા લોકોની તાસીર એવી હોય છે કે શરદી-ઉધરસ થયા પછી તેમને ફેફસામાં કફ જામવા લાગે છે. જ્યારે છાતીમાં કફ જામી જાય તો તેના કારણે શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આજે તમને જણાવીએ છાતીમાં જામેલા કફને દુર કરવાના અસરકારક ઘરેલુ ઉપાય.
હળદર વાળું પાણી
શિયાળામાં જો શરદી ઉધરસ અને કફ જેવી સમસ્યા થવા લાગે તો શરીરમાં અન્ય બીમારીઓ પણ વધવા લાગે છે. આ સ્થિતિમાં કફથી મુક્તિ મેળવવા માટે તમે ગરમ પાણીમાં હળદર ઉમેરીને પીવાનું રાખો અથવા તો તેનાથી કોગળા કરો.
ગરમ પાણી
કફ એટલો જિદ્દી હોય છે કે ઝડપથી મટતો નથી. તેને દૂર કરવા માટે નિયમિત હૂંફાળું પાણી પીવાનું રાખો. સાથે જ ખાવા પીવાની વસ્તુ પણ ગરમ હોય ત્યારે તેનું સેવન કરો તેનાથી છાતીમાં જામેલો ઓગળવા લાગશે અને બહાર નીકળશે.
સ્ટીમ લેવી
જો છાતીમાં કફ જામી ગયો હોય તો દિવસમાં બે વખત ગરમ પાણીથી સ્ટીમ લેવાનું રાખો. તેનાથી બંધ નાકની સમસ્યા પણ દૂર થશે અને કફ પણ છૂટો પડશે.
ગરમ પાણીના કોગળા
ગરમ પાણીથી કોગળા કરવા સૌથી બેસ્ટ ઈલાજ છે તેનાથી તમને તુરંત જ રાહત મળશે. દિવસ દરમિયાન હુંફાળા ગરમ પાણીથી કોગળા કરવાથી છાતી અને નાકમાં જામેલો કફ ઝડપથી બહાર નીકળે છે
મધ
હુંફાળા પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેનું સેવન કરવાથી પણ ફેફસામાં જામેલો કફ ધીરે ધીરે છૂટો પડીને નીકળવા લાગે છે અને સાથે જ ઉધરસ પણ મટે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos