Cold And Flu: શિયાળામાં કરો આ 5 વસ્તુઓનું સેવન, 2 દિવસમાં મટી જશે શરદી-ઉધરસ
Cold Flu Home Remedies:બદલાતી ઋતુમાં શરદી, ઉધરસ, તાવ આવે તે સામાન્ય સમસ્યા થઈ ચુકી છે. આ સ્થિતિમાં ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, એલર્જી કે શરદી મટાડવા માટે તમે કેટલાક સરળ ઘરેલું ઉપાયો કરી શકો છો. આ ઘરગથ્થુ ઉપાયોથી સમસ્યાઓને ઝડપથી દૂર કરી શકાય છે.
બદલાતી સિઝનમાં ઉધરસ અને શરદીની સમસ્યા વારંવાર થતી હોય તો તમે કેટલીક વસ્તુઓનું સેવન કરીને આ સમસ્યાથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.
આદુ અને લવિંગની ચા
મોટાભાગના લોકોનો દિવસ ચા સાથે શરુ થાય છે. આ ચાને તમે વધુ હેલ્ધી બનાવી શકો છો. તેના માટે તમારે ચામાં આદુ અને લવિંગ ઉમેરવા જોઈએ. તેનાથી તમને લાભ થશે
આદુવાળી ચા
આદુવાળી આ ચાનું સેવન દિવસમા બે વખત કરવાથી તમને શરદી, ઉધરસ અને ફ્લૂથી સરળતાથી છુટકારો મળી શકે છે અને પેટ સંબંધિત સમસ્યાઓ પણ દૂર થઈ જશે.
આમળા
વાયરલ સમસ્યાઓ માટે આમળા પણ ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલું વિટામિન સી સ્વાસ્થ્યથી લઈ વાળ અને ગળાની સમસ્યાઓમાં પણ રાહત આપશે. આમળા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તેમાં ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
મધ અને તુલસી
તુલસીના પાનનો રસ અને મધનું એકસાથે સેવન કરવાથી શરદી, ઉધરસ સહિતની બીમારીઓ દુર થાય છે. તેમાં રહેલા પોષક તત્વો શરીરમાંથી બેક્ટેરિયાને દૂર કરે છે.
Trending Photos