દેશી કોરોના રસી Covaxin પર મળ્યા મોટા ખુશખબર, આવતા મહિને છેલ્લી ટ્રાયલ, જાણો ક્યારથી મળશે

આ રસીને ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી તૈયાર કરી છે. 25 હજારથી વધુ લોકો પર આ રસીની ટ્રાયલ હાથ ધરાશે.

દેશ અને દુનિયામાં કોરોના વાયરસના નવા કેસના જે રીતે રાફડા ફાટી રહ્યા છે ત્યારે બધાની નજર કોરોનાની રસી પર ટકેલી છે. અત્યાર સુધી ચીન અને રશિયાએ કોરોનાની જે રસીઓને મંજૂરી આપી છે તેના ત્રીજા તબક્કાની ટ્રાયલ પણ હજુ પૂરી થઈ નથી. ભારત ત્રણ રસી સફળતાની નજીક છે. જે અંતિમ તબક્કાની ટ્રાયલમાંથી પસાર થઈ રહી છે. દેશી કોરોના રસી કોવેક્સિન Covaxin પાસેથી બધાને ખુબ આશા છે. તેને છેલ્લા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. આ રસીને ભારત બાયોટેક કંપનીએ આઈસીએમઆર એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની મદદથી તૈયાર કરી છે. 25 હજારથી વધુ લોકો પર આ રસીની ટ્રાયલ હાથ ધરાશે.

ટ્રાયલ પ્રોટોકોલમાં ફેરફાર

1/6
image

ભારતીય દવા નિયામક ડીસીજીઆઈની વિશેષ સમિતિની હાલમાં થયેલી બેઠકમાં નિર્ણય લેવાયો. સમિતિએ પ્રોટોકોલમાં થોડું ઘણું સંશોધન કર્યું છે. ભારત બાયોટેક કંપની જલદી રસીના છેલ્લા તબક્કાનું પરીક્ષણ કરશે. કદાચ આવતા મહિને આ ટ્રાયલ શરૂ થશે. જેમાં 25 હજારથી વધુ વોલેન્ટિયર્સ સામેલ થશ. રસીનો પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ લોકોને  બીજો ડોઝ અપાશે. અત્રે જણાવવાનું કે આ દેશી રસીના શરૂઆતના તબક્કાના ટ્રાયલ પરિણામો સારા આવ્યા છે.   

કંપની પાસે ડેટાની માગણી

2/6
image

અહેવાલો મુજબ ગત પાંચ ઓક્ટોબરે ડીસીજીઆઈની વિશેષજ્ઞ સમિતિની બેઠકમાં કંપનીને ફેઝ-3 ટ્રાયલના પ્રોટોકોલને ફરીથી જમા કરાવવાનું કહેવાયું હતું. સમિતિનું માનવું હતું કે ત્રીજા તબક્કાની ક્લિનિકલ સ્ટડીની ડિઝાઈન તો સંતોષકારક હતી પરંતુ તેની શરૂઆત બીજા ફેઝની સેફ્ટી અને ઈમ્યુનોજેનિસિટી ડેટામાં યોગ્ય ડોઝ નક્કી થયા બાદ હોવી જોઈએ. સમિતિએ કંપની પાસે પહેલા તેના ડેટાની માગણી કરી હતી જેને સબમિટ કરાયો. 

આ રાજ્યોમાં થઈ શકે છે ટ્રાયલ, ફેબ્રુઆરીમાં પરિણામ આવવાની આશા

3/6
image

ભારત બાયોટેકની યોજના મુજબ Covaxin ની છેલ્લી ટ્રાયલ દિલ્હી ઉપરાંત બિહાર, ઉત્તર પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને આસામમાં થઈ શકે છે. આખી તબક્કાની ટ્રાયલના પરિણામ ફેબ્રુઆરી સુધીમાં આવવાની આશા છે. ત્યારબાદ કંપની વેક્સિનની મંજૂરી અને માર્કેટિંગનીં મંજૂરી માટે અરજી  કરશે. 

વધુ અસરકાર હશે રસી, ભેળવ્યું છે બુસ્ટર

4/6
image

ભારત બાયોટેકે પોતાની રસીમાં Alhydroxiquim-II નામના તત્વનો સમાવેશ કર્યો છે. જે એક પ્રકારનું બુસ્ટર છે. તે રસીના ઈમ્યુન રિસ્પોન્સને વધારે છે. હકીકતમાં તે એક પ્રકારનું બુસ્ટર એજન્ટ હોય છે જેને ભેળવવાથી રસીની ક્ષમતા વધી જાય છે અને રસી લીધા બાદ શરીરમાં પહેલાની અપેક્ષાએ વધુ એન્ટીબોડીઝ બને છે. આવી રસી લાંબા સમય સુધી બીમારી સામે સુરક્ષા આપે છે. 

આ ત્રણ રસી પર નજર

5/6
image

દેશમાં ત્રણ રસી સફળતાની નજીક છે. ભારત બાયોટેકની Covaxin ઉપરાંત અમદાવાદની કંપની ઝાયડસ કેડિલાની વેક્સિન ઝાયકોવ-ડીએ પણ પ્રાથમિક તબક્કાની ટ્રાયલ દરમિયાન સારા પરિણામો આપ્યા છે. આ બાજુ ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકાની વેક્સિનને ભારતીય કંપની સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ નામથી બનાવી રહી છે. આ ત્રણ રસી ઉપરાંત અન્ય ઉપર પણ રિસર્ચ ચાલુ છે. 

છેલ્લા 24 કલાકમાં આવ્યા 55,838 નવા કેસ

6/6
image

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 55,838 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 77,06,946 થઈ છે. જેમાંથી 7,15,812 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. જ્યારે 68,74,518 લોકો સાજા થયા છે. એક જ દિવસમાં 702 લોકોના મૃત્યુ થયા છે. કુલ મૃત્યુઆંક 1,16,616 પર પહોંચ્યો છે.