ખતરો હજી ટળ્યો નથી! ત્રણ આગાહી તમને ડરાવી દેશે, આ તારીખે ત્રાટકશે વરસાદ
IMD Weather Alert : ગુજરાતમાં આગામી સમયમાં કેવું વાતાવરણ રહેશે જેને લઈ હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે. ત્રણેય આગાહી તમને ડરાવી દે તેવી છે. કારણ કે, ફરી એકવાર ગુજરાતનું વાતાવરણ પલટાવા જઈ રહ્યું છે.
અંબાલાલ પટેલની આગાહી
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે. 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના ડાયેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. ઉત્તરથી ઉતર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈ આગાહી કરી હતી કે, 22 જાન્યુઆરીથી ફરી ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. તેમજ 22 જાન્યુઆરીથી પવનની દિશા બદલાઈને ઉત્તરથી ઉત્તર પૂર્વના થઈ જશે. તેમજ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, કચ્છ અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં ફરી ફેરફાર જોવા મળશે.
Trending Photos