શનિ દેવ થશે માર્ગી, આ જાતકોને સાડાસાતી અને ઢૈયામાંથી મળશે મુક્તિ, હવે ધન-સંપત્તિમાં થશે અઢળક વધારો

Shani Margi: શનિ દેવ કુંભ રાશિમાં માર્ગી થવા જઈ રહ્યાં છે. જેનાથી કેટલાક જાતકો પર શનિનો કષ્ટકારી તબક્કો સમાપ્ત થઈ રહ્યો છે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે.

શનિ માર્ગી

1/5
image

વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવની ચાલમાં જ્યારે પર પરિવર્તન થાય છે ત્યારે કેટલાક જાતકોને ઢૈયા અને સાડાસાતીમાંથી જરૂર મુક્તિ મળે છે. તમને જણાવી દઈએ કે જૂન 2024માં શનિ દેવ વક્રી થયા હતા અને હવે 16 નવેમ્બરે માર્ગી થવાના છે. જેનાથી કેટલાક જાતકો પર શનિની સાડાસાતી અને ઢૈયાનો તબક્કો સમાપ્ત થઈ રહ્યો છે. હવે આ રાશિઓને ભાગ્યનો સાથ મળશે. સાથે ધન-સંપત્તિમાં વધારો થશે. આવો જાણીએ આ રાશિઓ કઈ છે.

આ રાશિઓને મળશે ઢૈયાના અશુભ પ્રભાવથી છુટકારો

2/5
image

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવના કુંભ રાશિમાં માર્ગી થવાથી કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકો પર ઢૈયાનું કષ્ટ ખતમ થઈ રહ્યું છે. કારણ કે શનિ દેવ કર્ક રાશિની ગોચર કુંડળીના આઠમાં અને વૃશ્ચિક રાશિના જાતકોની ગોચર કુંડળીના ચોથા ભાવમાં ભ્રમણ કરી રહ્યાં છે. તેથી શનિદેવ માર્ગી થતાં આ જાતકોના અટવાયેલા કામ થવા લાગશે. સાથે જીવનમાં જે તણાવ ચાલી રહ્યો છે, તેનાથી મુક્તિ મળશે. હવે તેને ભાગ્યનો સાથ મળશે. સાથે કારોબારમાં લાભ થશે. તમે કામ સંબંધિત યાત્રા કરી શકો છો. જે લોકો બેરોજગાર છે તેને નવી નોકરી મળી શકે છે.

આ રાશિઓ પર સમાપ્ત થયો સાડાસાતીનો પ્રભાવ

3/5
image

શનિ દેવના સીધી ચાલમાં ચાલવાને કારણે મીન રાશિના લોકો પર સાડાસાતીનો અશુભ પ્રભાવ ઓછો થઈ જશે. તમને જણાવી દઈએ કે કુંભ રાશિ પર સાડાસાતીનો બીજો તબક્કો અને મકર રાશિ પર ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. તેથી શનિદેવના માર્ગી થવાથી મીન, કુંભ અને મકર રાશિના જાતકોને માનસિક શાંતિ મળશે. કારણ કે શનિ દેવના વક્રી થવાથી તમારા લોકોએ માનસિક તણાવનો સામનો કરવો પડી રહ્યો છે. આ જાતકોનો અન્ય લોકો સાથે વિવાદ ચાલી રહ્યો છે તો તેમાં સુધાર થશે. સાથે તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે. તો વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.

4/5
image

સાથે વેપારીઓનો કારોબાર હવે પહેલાથી સારો ચાલવા લાગશે. આ દરમિયાન નવી વ્યાવસાકિય ડીલ થઈ શકે છે. સાથે જે લોકોને સ્વાસ્થ્યને લઈને પરેશાની રહે છે તે લોકો શનિવારે શનિ મંદિર જઈ સરસવનું તેલ શનિ દેવની પ્રતિમાને ચડાવે. સાથે શનિ ચાલીસાનો પાઠ કરે.   

ડિસ્ક્લેમર

5/5
image

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.