Chhattisgarh Farmers: હવે ખેડૂતોને મળશે બોનસ, રાજ્ય સરકારે કરી જાહેરાત, આ તારીખે ખાતામાં આવશે પૈસા

પીએમ કિસાન સન્માન નિધિ બાદ છત્તીસગઢ રાજ્યના ખેડૂતો માટે એક મોટા ખુશખબર આવ્યા છે. છત્તીસગઢ રાજ્યના ખેડૂતોના ખાતામાં 12 માર્ચના રોજ 13000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે. કૃષક ઉન્નતિ યોજના હેઠળ 12 માર્ચના રોજ ખેડૂતોને ધાનના અંતરની રાશિ ટ્રાન્સફર કરવામાં આવશે. 

સોશિયલ મીડિયા પર મળી જાણકારી

1/5
image

છત્તીસગઢના મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું કે તેમણે કહ્યું છે કે વિષ્ણુ સરકારનો પાક્કો છે ઈરાદો. ખેડૂતોને આપેલું દરેક વચન નિભાવીશું. કૃષક ઉન્નતિ યોજનાથી ખેડૂત સમુદાય સમૃદ્ધ થશે. 

12 માર્ચના રોજ મળશે પૈસા

2/5
image

રાજ્યના ખેડૂતોને 12 માર્ચના રોજ રકમ આપવામાં આવશે. 917 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ધાનની અંતર રાશિ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોને MSP સહિત કુલ 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મળશે. 

24 લાખ ખેડૂતોને થશે ફાયદો

3/5
image

રાજ્ય સરકારની આ સ્કીમનો ફાયદો છત્તીસગઢના 24 લાખથી વધુ ખેડૂતોને થશે. ખેડૂતોના ખાતામાં 13000 કરોડ રૂપિયાની ડિફરન્સ અમાઉન્ટ પહોંચશે. 

10000 કરોડ બજેટની જોગવાઈ

4/5
image

રાજ્યમાં ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણી દરમિયાન ખેડૂતોને બોનસ આપવાનું કહ્યું હતું. હાલ હવે સરકાર પોતાનું વચન પૂરું કરવા જઈ રહી છે. છત્તીસગઢ સરકારે આ વચનને પૂરું કરવા માટે ચાલુ નાણાકીય વર્ષ 2024-25ના બજેટમાં કૃષક ઉન્નતિ યોજના માટે અલગથી 10 હજાર કરોડ રૂપિયા અને ગત વર્ષના અનુપૂરક બજેટમાં 3 હજાર કરોડ રૂપિયાની રકમની જગવાઈ કરેલી છે.   

રાજ્ય સરકાર મોકલશે પૈસા

5/5
image

અત્રે જણાવવાનું કે આ વર્ષે ખરીફની સીઝનમાં 144.92 લાખ મેટ્રીક ટનના ટેકાના ભાવ પર ખરીદી થઈ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્ય સરકાર ખેડૂતોને આ ખરીદીના બદલે પૈસા ટ્રાન્સફર કરશે.