Kidney Stone: કિડનીમાં પથરી વધારે છે આ 5 શાકભાજી, ખાતા હોય તો આજથી કરી દેજો બંધ
Kidney Stone: આપણે અજાણતા કેટલાક એવા શાકભાજીનું સેવન કરી લઈએ છીએ જેના કારણે કિડનીમાં પથરી થવા જેવી ગંભીર સમસ્યાનું જોખમ વધી જાય છે. જો આ જોખમને ટાળવું હોય તો કેટલાક શાકભાજીને ડાયટમાંથી દૂર કરો. કારણ કે આ શાકભાજી કિડનીમાં પથરી વધારવાનું કામ કરે છે.
પાલક
પાલકમાં ઓક્સાલેટ વધારે માત્રામાં હોય છે. ઓક્સાલેટ કેલ્શિયમ સાથે મળીને કિડનીમાં ક્રિસ્ટલ બનાવે છે જે ધીરે ધીરે પથરીમાં બદલી જાય છે. નિયમિત રીતે વધારે માત્રામાં પાલક ખાવાથી કિડનીમાં પથરી થવાનું જોખમ અનેક ઘણું વધે છે.
બીટ
બીટમાં પણ ઓક્સાઇડ વધારે માત્રામાં હોય છે. જે લોકોને કિડની હોય તેમણે તો બીટનું સેવન કરવું જ ન જોઈએ અને સામાન્ય લોકોએ પણ મર્યાદિત માત્રામાં તેનું સેવન કરવું જોઈએ.
ટમેટા
ટમેટામાં ઓક્સાલેટ સાથે ફોસ્ફેટ વધારે હોય છે.. આ બંને તત્વ કિડનીમાં ક્રિસ્ટલ બનાવે છે. ધીરે ધીરે પથરીમાં બદલી જાય છે.
બીન્સ
કેટલાક પ્રકારના બીન્સમાં ઓક્સાઇડ વધારે હોય છે.. જે પણ કેલ્શિયમ સાથે મળીને કિડનીમાં ક્રિસ્ટલ બનાવે છે આ ક્રિસ્ટલ સમય જતા પથરી બની જાય છે.
રીંગણા
રીંગણામાં સૌથી વધારે ઓક્સાઇડ હોય છે. ખાસ કરીને રીંગણાના બીમાં ઓક્સાલેટનું પ્રમાણ વધારે હોય છે. કિડની સ્ટોનના દર્દીને રીંગણા ખાવાનું ટાળવું જોઈએ.
Trending Photos