આ આગાહી પર એક નજર કરવા જેવી ખરી! ગુજરાતીઓ સારા પ્રસંગો લેતા હોય તો ખાસ જાણી લેજો!

Ambalal Patel Prediction : ગુજરાતમાં વરસાદની સીઝન બારેમાસની સીઝન થઈ ગઈ છે. આવામાં પ્રસંગો લેતા પહેલા વરસાદ આવશે કે નહિ તે તેવી દ્વિઘા લોકોમાં હોય છે. આવામાં હિન્દુઓનો સૌથી મોટો તહેવાર દિવાળી આવી રહી છે. આવામાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે તેમાં વરસાદ આવશે કે નહિ તેનું ટેન્શન છે. ત્યારે ગુજરાતના બે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી પર એક નજર કરવા જેવી છે કે દિવાળીમાં વરસાદ આવશે કે નહિ. 

દિવાળીમાં ક્યાં ક્યાં વરસાદ આવશે

1/6
image

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે. પરંતું હવામાનમાં એવા પલટા આવી રહ્યાં છે કે હવે કમોસમી વરસાદનો દોર શરૂ થયો છે. શિયાળાના આગમન વચ્ચે જ કમોસમી વરસાદે એન્ટ્રી કરી છે. ત્યારે નવરાત્રિ બાદ આગામી દિવાળીનો પણ તહેવાર બગડવાનો છે તેવું પરેશ ગોસ્વામીએ કહ્યું છે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. 

આ તારીખથી થશે શિયાળાની એન્ટ્રી

2/6
image

જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.  

દિવાળી પર વાદળ છાયું વાતાવરણ

3/6
image

પરેશ ગોસ્વામીએ કહ્યું કે આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે. 

5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત

4/6
image

તેમણે કહ્યું કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે.એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.

આગામી 7 દિવસ માટેની આગાહી

5/6
image

હવામાન વિભાગે તો વરસાદ નહિ આવે તેવી આગાહીકરી છે. આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે તેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી. આ સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું જઈ રહ્યું છે.  

આ વર્ષે દિવાળી બગડવાની આગાહી

6/6
image

અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.