Sell Stake: 5 બેંકોમાં પોતાનો ભાગ વેચશે સરકાર, રોકાણકારોની શેર વેચવા દોડધામ, જાણો વિગતો
Sell Stake: આજે, બુધવારે અને 15 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન પાંચ સરકારી બેંકોના શેર ફોકસમાં છે. મીડિયા અહેવાલ મુજબ સરકાર પોતાનો ભાગ આ સરકારી બેંકોમાં વેચી રહી છે, જેના કારણે રોકાણકારો આ બેંકના શેર વેચવા લાગ્યા છે અનેક બેંકના શેરમાં આજે 5 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આ માહિતી માર્કેટમાં આવતા શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.
Sell Stake: આજે, બુધવારે અને 15 જાન્યુઆરીના રોજ ટ્રેડિંગ દરમિયાન પાંચ સરકારી બેંકો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, ઇન્ડિયન ઓવરસીઝ બેંક (IOB), યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક (PSB) અને બેંક ઓફ મહારાષ્ટ્ર (BOM) ના શેર ફોકસમાં છે. આ બેંકોના શેરમાં આજે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્ટ્રલ બેંકનો શેર 6 ટકા ઘટીને રૂ. 51.55 પર બંધ થયો. IOB ના શેર 7 ટકા વધીને રૂ. 50.10 પર પહોંચ્યા. યુકો બેંકના શેર 6% થી વધુ ઘટીને રૂ. 42.34 પર બંધ થયા.
તે જ સમયે, PSB બેંકના શેર 5% થી વધુ ઘટીને રૂ. 45.49 પર ટ્રેડ થઈ રહ્યા છે, અને BOM ના શેર 4% થી વધુ ઘટીને રૂ. 50.69 પર ટ્રેડ થઈ રહ્યા છે. શેરમાં આ ઘટાડા પાછળ એક મોટું કારણ છે. વાસ્તવમાં, સરકાર આ બેંકોમાં પોતાનો હિસ્સો વેચી રહી છે.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર, કેન્દ્ર સરકારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ પ્લેસમેન્ટ (QIP) રૂટ દ્વારા ₹10,000 કરોડના ભંડોળ એકત્ર કરવાની 5 PSU બેંકોની યોજનાને મંજૂરી આપી છે. ભંડોળ એકત્ર કરવાની કવાયત ચોથા ક્વાર્ટરથી નાના હપ્તાઓમાં શરૂ થશે.
ખાનગી પોર્ટલના અહેવાલમાં જણાવાયું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિસઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM) ને પણ ઓફર ફોર સેલ (OFS) રૂટ દ્વારા આ ધિરાણકર્તાઓમાં હિસ્સો વેચવાનો ઓર્ડર મળ્યો છે. તમને જણાવી દઈએ કે સરકાર ઓગસ્ટ 2026 સુધીમાં આ PSU બેંકોમાં 25% ના લઘુત્તમ જાહેર શેરહોલ્ડિંગ ધોરણો પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે.
આ દરમિયાન, નાણાં મંત્રાલયે જન સુરક્ષા અને મુદ્રા યોજના સહિત વિવિધ નાણાકીય સમાવેશ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે બુધવારે જાહેર ક્ષેત્રની બેંકો (PSBs) ના વડાઓની બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા નાણાકીય સેવાઓ સચિવ એમ નાગરાજુ કરશે અને તેમાં ખાનગી ક્ષેત્રની બેંકોના પ્રતિનિધિઓ હાજરી આપશે. માહિતી અનુસાર, સચિવની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં, PM સ્વાનિધિ યોજનાઓ સહિત વિવિધ નાણાકીય સમાવેશ યોજનાઓની પ્રગતિની પણ ચર્ચા અને સમીક્ષા કરવામાં આવશે.
(આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos