મહાભંયકર આગાહી! અંબાલાલ પટેલની પરસેવો છોડાવે તેવી આગાહી, ગુજરાતના આ જિલ્લાઓમાં છે ખતરો
Ambalal patel weather forecast: ગુજરાતના વાતાવરણમાં ભર શિયાળે મોટો પલટો આવવા જઈ રહ્યો છે. વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી મહાભંયકર છે. કારમ કે, રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાત પર ફરી સંકટના વાદળો મંડરાયા છે. લોકો જ નહિ ગુજરાતના ખેડૂતોને પણ ચિંતા કરવી પડે તેવી આ આગાહી છે. શું છે હવામાનની લેટેસ્ટ આગાહી અને ક્યાં ક્યાં વરસાદ આવશે તેના પર એક નજર કરીએ.
ગુજરાતનું વાતાવરણ ભયંકર રીતે કરવટ બદલી રહ્યું છે. ઠંડીની આવજા ચાલુ છે. આ વચ્ચે હવે ગુજરાતમાં વાદળો મંડરાયા છે. આજથી ગુજરાતમાં સંકટના વાદળો છવાશે. ગુજરાતમાં ફરી વાદળો મંડરાયા છે, અને કમોસમી વરસાદની આગાહી આવી છે. બનાસકાંઠામાં વરસાદી છાંટા આવ્યા છે. રાજસ્થાનમાં ઈન્ડ્યુસ સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થયા વરસાદની આગાહી કરી છે. જેને પગલે આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં તાપમાન ઊંચકાયું છે. જેથી ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 1-2 ડિગ્રી વધ્યું છે.
નવા સર્જાયેલા વાતાવરણના યોગ વિશે તેમણે કહ્યું કે, રાજ્યમાં પવનની ગતિ 10/15 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની રહેશે. અમદાવાદમાં આજે 16.6 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 14.2 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયામાં રાજ્યનું સૌથી ઓછું 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં આજે 16 ડિગ્રી તાપમાન સાથે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ અચાનક ઘટ્યું
ગુજરાતમાં ઠંડીનો પારો ઉંચોનીચો થઈ રહ્યો છે. શુક્રવાર સુધી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી હતી. પરંતું શનિવારથી અચાનક રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ છે. જેથી લોકોને રાહત અનુભવાઈ રહી છે. અમદાવાદ, રાજકોટ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો નીચે ગયો છે. તો બીજી તરફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. ઉત્તરાયણ બાદ ઠંડી ઘટવાની હવામાન ખાતાની આગાહી છે.
બનાસકાંઠામાં વાદળો મંડરાયા
વાતાવરણમાં પલટા બાદ પાલનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાંટા આવ્યા છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. પાલનપુરના જગાણા, ભાગળ લાલાવડા સહિતના ગ્રામ પંથકમાં વરસાદી છાંટા અનુભવાયા છે. ત્યારે આ કમોસમી માવઠાને કારણે ગુજરાતોનો જીવ તાળવે ચોંટ્યો છે. ઘઉં, રાયડો, જીરું જેવા પાકોને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. કમોસમી વરસાદ થાય તો ખેડૂતોને નુકસાનની શક્યતાઓ છે.
આવી રહ્યું છે વાવાઝોડું
10 અને 12 જાન્યુઆરીની વચ્ચે તાજી પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે, જે પૂર્વીય પવનો સાથે ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરશે. પશ્ચિમી પવન મધ્ય અને ઉપલા ટ્રોપોસ્ફિયરમાં ચાટ બનાવે છે. જેના કારણે ઉત્તર-પૂર્વ આસામમાં સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. વિષુવ વૃત્તીય હિંદ મહાસાગર, બંગાળની ખાડીના દક્ષિણપૂર્વમાં અને નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં પણ ચક્રવાતનું પરિભ્રમણ રચાયું છે. ઉત્તર તમિલનાડુ અને તેની આસપાસ અન્ય ચક્રવાતનું પરિભ્રમણ પણ રચાયું છે. તાજા હવામાનની અસરને કારણે આસામમાં 12 જાન્યુઆરી સુધી છૂટાછવાયા કરા પડી શકે છે. પશ્ચિમ ભારતમાં હળવા, મધ્યમથી ભારે વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે.
દેશમાં ક્યાં ક્યાં છે વરસાદની આગાહી
હવામાન વિભાગે આગાહી કરી છે કે, નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, ઉત્તર ભારતના હવામાન પર 10-12 જાન્યુઆરી સુધી અસર થશે. આના કારણે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં વરસાદ પડશે. તે જ સમયે, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં ૧૧ જાન્યુઆરીએ, ઉત્તરાખંડમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ અને રાજસ્થાનમાં પણ ૧૧ જાન્યુઆરીએ વરસાદ અને તોફાનની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે, કેરળ અને માહેમાં ૧૨ જાન્યુઆરીએ ભારે વરસાદ પડશે.
ઉપરાંત, 11 જાન્યુઆરીએ તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે પંજાબ, હરિયાણા, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 જાન્યુઆરી સુધી દેશના 10 રાજ્યોમાં હળવા, મધ્યમ અને ભારે વરસાદનું એલર્ટ રહેશે. 20 રાજ્યોમાં કેટલીક જગ્યાએ ધુમ્મસ અને કેટલીક જગ્યાએ શીત લહેર રહેશે. પહાડી રાજ્યોમાં હિમવર્ષા થવાની સંભાવના છે.
આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.
રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. તારીખ 14થી 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.
ક્યાંક ક્યાંક ગાજવીજ સાથે વીજળી પડવાની અને કરા પડે તેવી પણ વકી છે. દક્ષિણ ભારતના 3 રાજ્યોમાં આંધી તોફાન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો શુક્રવારે કાશ્મીર ઘાટીમાં બરફવર્ષા થઈ. હવામાન વિભાગના એલર્ટ મુજબ દક્ષિણ પૂર્વ ઈરાન અને આસપાસના નીચલા-ઉપરી ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને તેની આજુબાજુના નીચલા ભાગમાં એક સાઈક્લોનિક સર્ક્યુલેશન એક્ટિવ છે. જેની અસરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ થઈ રહ્યું છે અને પૂર્વી વાયરા સાથે પશ્ચિમી વાયરા જોવા મળી શકે છે. જેનાથી આજે અને કાલે પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી મધ્યમ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે અને બરફ પણ પડી શકે છે.
Trending Photos