Weather Forecast: 45 કિમીની ઝડપથી સવાર સવારમાં ત્રાટક્યું ચક્રવાત, ગુજરાતમાં કયા વિસ્તારોમાં છે વરસાદની આગાહી? શું કહે છે અંબાલાલ તે પણ જાણો

રાજ્ય હવામાન ખાતાએ આગામી 6 દિવસ માટે આગાહી કરી છે. રાજ્યમાં જો કે હવે ધીરે ધીરે વરસાદનું જોર ઘટી રહ્યું છે. પણ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું. જાણો ક્યાં ક્યાં તેની અસર જોવા મળી રહી છે. આગામી કેટલાક દિવસોમાં રાજ્યમાં ક્યાં વરસાદ પડી શકે છે અને રાજ્ય હવામાન અંગે આગાહીકાર અંબાલાલ પટેલ શું કહે છે તે પણ ખાસ જાણો. 

રાજ્યમાં આ વિસ્તારોમાં વરસાદની આગાહી

1/7
image

કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, કચ્છ, પંચમહાલ, દાહોદમાં સામાન્ય વરસાદ. વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં 30થી વધુ તાલુકાઓમાં પડ્યો વરસાદ. 

બંગાળની ખાડીમાં બન્યું તોફાન

2/7
image

દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં ડિપ્રેશન એક ચક્રવાતી વાવાઝોડામાં પરિણમ્યું છે અને વાવાઝોડું 17 ઓક્ટોબરની સવારે પુડુચેરી અને નેલ્લોર વચ્ચેના દરિયાકાંઠે અથડાયું. 45 કિમીની ઝડપથી સવાર સવારમાં આ તોફાન ત્રાટક્યું છે. ચેન્નાઈથી બેંગ્લુરુ સુધી વરસાદની આફત જોવા મળી રહી છે.   

આ વિસ્તારોમાં તોફાનની અસર

3/7
image

હવામાન ખાતાના જણાવ્યાં મુજબ આ સાઈક્લોનિક સર્ક્યુલેશનના કારણે તમિલનાડુ, આંધ્ર પ્રદેશના દક્ષિણી વીસ્તારો અને કર્ણાટકના આંતરિયાળ વિસ્તારો બેંગ્લુરુવાળા ભાગ અને રોયલ સીમામાં મૂસળધાર વરસાદ પડી શકે છે. આઈએમડીએ હવામાન સિસ્ટમને જોતા આ વિસ્તારો માટે એલર્ટ જાહેર કર્યું છે.  હવામાન વિભાગે તમિલનાડુ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. 

ગુજરાત પર અસર?

4/7
image

પૂર્વોત્તર મોનસૂન અને બંગાળની ખાડીમાં હવામાનની હલચલના કારણે કેરળ કર્ણાટક તેંલગણા, આંધ્ર પ્રદેશ, કોંકણ, મહારાષ્ટ્ર, અને ગુજરાતના દક્ષિણી ભાગોમાં મૂસળધાર વરસાદની સંભાવના જતાવવામાં આવી છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલ્લો એલર્ટ જાહેર કરેલું છે. હવામાન વિભાગે જણાવ્યું કે આ ઉપરાંત આજુબાજુના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.   

અંબાલાલની આગાહી

5/7
image

આગાહીકાર અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી મુજબ ગ્રહોની દ્રષ્ટિ જોતા બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની શક્યતા જોવા મળી રહી છે. 17 ઓક્ટોબરથી અરબસાગરમાં ભારે પવન ફંકાશે. અરબસાગરમા ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા છે. ડીપ ડિપ્રેશન તોફાનમાં ફેરવાઈ શકે. 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં વરસાદ રહેશે. દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે. 

વધુ એક ચક્રવાતની શક્યતા?

6/7
image

અંબાલાલ પટેલની આગાહી મુજબ 7 નવેમ્બર બંગળની ખાડીમાં ચક્રવાત બનવાની શક્યતા છે.17-18-19 નવેમ્બરમાં તીવ્ર ચક્રવાત રહેવાની શક્યતા છે. 29  નવેમ્બર થી 3 ડીસેમ્બર સુધીમાં ઠંડીની શરૂઆત થશે. આ વર્ષે માવઠા વધુ થશે તેવી શક્યતા પણ અંબાલાલે વ્યક્ત કરી છે.    

7/7
image

વરસાદની આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેમ કે પહેલા અતિવૃષ્ટિ અને હવે માવઠાની આગાહીથી પણ ચિંતા વધી છે. છેલ્લા બે દિવસથી ગુજરાતના વિવિધ જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સામાન્યથી મધ્યમ વરસાદની સાથે થન્ડર સ્ટોમ એક્ટિવિટી પણ થશે એવી આગાહી છે.