Bad Cholesterol: નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને ઓગાળીને દુર કરી દેશે આ 2 વસ્તુઓ, જાણો ઉપયોગ કરવાની રીત
Bad Cholesterol: શરીરમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ હાર્ટ અટેક, સ્ટ્રોક, બીપી જેવી ગંભીર બીમારીનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલ એટલે પીળા રંગનો મીણ જેવો પદાર્થ છે નસોની અંદરની દીવાલ પર ચીપકી જાય છે અને તેના કારણે બ્લડ સર્ક્યુલેશન ધીમું થઈ જાય છે. આ રીતે નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને દૂર કરવું હોય તો ઘરના રસોડામાં રહેલા 2 મસાલા ઉપયોગી સાબિત થાય છે.
સુકી મેથી
એક્સપર્ટ જણાવે છે કે સુકી મેથીના દાણામાં ડાયટરી ફાઇબર હોય છે જે મેટાબોલિઝમને બુસ્ટ કરે છે અને નસોમાં જામેલા બેડ કોલેસ્ટ્રોલને ઓગાળીને દૂર કરે છે. મેથીમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધતું પણ અટકાવે છે.
કેવી રીતે કરવો ઉપયોગ ?
મેથીનો ઉપયોગ શાકમાં પણ કરી શકાય છે. આ ઉપરાંત રાત્રે મેથીને પાણીમાં પલાળી સવારે પલાળેલી મેથી અથવા તો ફણગાવેલી મેથી ખાઈ શકાય છે તેનાથી જલ્દી બેડ કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થશે.
અજમા
સ્વાસ્થ્ય નિષ્ણાંત અનુસાર અજમામાં એવા એન્ટિઓક્સિડન્ટ હોય છે જે નસોમાં જામેલા ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓગાળીને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી ડાયજેશન પણ સુધરે છે.
કેવી રીતે કરવું સેવન ?
એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા રાત્રે પલાળી દો. સવારે આ પાણીને બરાબર ઉકાળો અને પછી હુંફાળું ગરમ હોય ત્યારે તેને પી લેવું.
ડાયટ અને જીવનશૈલી
જો બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધારે હોય તો આ બે વસ્તુનો ઉપયોગ કરવાની સાથે પોતાની જીવનશૈલી અને આહારમાં પણ જરૂરી ફેરફાર કરો. નિયમિત 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી કરો અને ભોજનમાં પૌષ્ટિક વસ્તુનો સમાવેશ વધારે કરો.
Trending Photos