ઘરમાં વધી ગઈ હોય માખી તો આ ઘરગથ્થુ ઉપાય છે તમારા કામના, કર્યા પછી એક પણ માખી નહીં ફરકે ઘરમાં

Get Rid Of Flies: ગરમીના સમયમાં ઘરોમાં માખીનો ત્રાસ વધી જાય છે. માખી પોતાની સાથે અનેક બીમારીઓ લઈને ઘરે આવે છે. માખીઓ મોટાભાગે ખાવા પીવાની વસ્તુ પર બમણતી રહે છે. માખી ગંદકીમાં બેસીને ખાવાની વસ્તુ પર બેસે તેનાથી શરીર બીમાર થઈ શકે છે. માખીમાં કરોડો બેકટેરિયા હોય છે. જે ખાવાની વસ્તુને દૂષિત કરે છે. માખીને ભગાડવા માટે કેમિકલ યુક્ત કીટનાશકનો ઉપયોગ કરવામાં આવે તો તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તેવામાં આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ જેની મદદથી તમે માખીથી છુટકારો સરળતાથી મેળવી શકો છો.

ફુદીનો

1/5
image

ઘરમાંથી માખીને ભગાડવી હોય તો ફુદીનો પણ ઉપયોગી છે. તમે ઘરમાં ફુદીનાનો છોડ રાખશો તો માખી ઘરમાં ફરકશે પણ નહીં. 

વિનેગર

2/5
image

માખીને ભગાડવા માટે વિનેગર પણ અસરકારક ઉપાય છે. તેના માટે એક વાટકીમાં વિનેગર ભરી અને તેની ઉપર પ્લાસ્ટિક બાંધી દો. આ પ્લાસ્ટિકમાં થોડા કાણા કરી અને ટેબલ કે ખુલ્લી જગ્યા પર રાખી દો. વિનેગરની સુગંધ થી માખી તેની પાસે આવશે અને પ્લાસ્ટિકમાં ફસાઈ જશે. 

તજ

3/5
image

તજ થી પણ માખીને ઘરેથી બગાડી શકાય છે. તજની સુગંધ માખી સહન કરી શકતી નથી તેથી તજના નાના નાના ટુકડા એવી જગ્યાએ રાખી દો જ્યાં આખી વધારે આવતી હોય ત્યાર પછી માખી દેખાશે જ નહીં.

નેચરલ સ્પ્રે

4/5
image

ઘરમાં ભમતી માખીથી મુક્તિ મેળવવા માટે તમે નેચરલ સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો.  આ ખૂબ જ અસરકારક સ્પ્રે સાબિત થાય છે. તેના માટે એક કપ પાણીમાં બે ચમચી મીઠું ઓગાળો અને પછી આ મિશ્રણમાં થોડું લીંબુ નીચોવો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરી અને ઘરના બારી દરવાજા પર છાંટી દો. માખી ઘરમાં આવવાનું જ બંધ કરી દેશે.

સ્વચ્છતા રાખો

5/5
image

આ ઉપાય કરવાની સાથે અન્ય એક કામ કરવાથી પણ માખી ઘરમાં આવતી બંધ થઈ જશે. ઘરમાં ખાવા પીવાની વસ્તુઓને ખુલ્લી રાખવી નહીં અને એઠા વાસણ મૂકી રાખવા નહીં. ખરાબ વાસણ તરફ આખી ઝડપથી આકર્ષિત થાય છે આ સિવાય સીંક પણ ગંદી હોય તો માખી વધારે આવે છે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)