House Insects: ઘરમાં અડ્ડો જમાવી રહેતા માખી, વંદા, ગરોળી, ઉંદરથી પરેશાન છો ? તો જાણો તેને ભગાડવાના ઉપાયો
Get Rid of House Insects: વરસાદી વાતાવરણમાં ઘરમાં વંદા, ગરોળી, માખી, મચ્છરનો ત્રાસ વધી જતો હોય છે. આ જીવજંતુઓ ઘરને ગંદુ પણ કરે છે અને બીમારીઓ પણ ફેલાવે છે. ઘરની અંદર ફરતા આ જીવજંતુઓને ભગાડવા જરૂરી હોય છે પરંતુ તેનાથી ડર પણ લાગતો હોય છે. આજે આ સમસ્યાનું સમાધાન લાવે તેવા ઘરેલુ ઉપાયો તમને જણાવીએ.
ઉંદર ભગાડવાનો ઉપાય
જો તમારા ઘરમાં ઉંદરથી તમે પરેશાન છો તો પિપરમિંટના ટુકડા ઘરના ખૂણાઓમાં રાખી દો. વધારે ઉંદર હોય તો અઠવાડિયામાં 3 થી 4 વખત આ ઉપાય કરો.
માખીથી છુટકારો મેળવવાના ઉપાય
વરસાદી વાતાવરણમાં માખી સૌથી વધુ ત્રાસ કરે છે. માખીથી મુક્તિ મેળવવી હોય તો ઘરમાં સ્વચ્છતા રાખવી અને સાથે તીવ્ર સુગંધવાળા તેલમાં રુ પલાળી તેને ઘરની અલગ અલગ જગ્યાએ રાખી દો.
વંદા ભગાડવાનો ઉપાય
વંદા સૌથી વધુ રસોડામાં જોવા મળે છે. તેને ભગાડવા માટે લસણ, ડુંગળી અને કાળા મરીની પેસ્ટ બનાવી આ પેસ્ટને પાણીમાં ઉમેરી એ બધી જગ્યાએ છાંટી દો જ્યાં વંદા સૌથી વધુ આવતા હોય.
ગરોળી ભગાડવાનો ઉપાય
ઘરમાં ફરતી ગરોળીઓને ભગાડવી હોય તો મોરના પીંછાને દિવાલ પર લગાવી દો. જ્યાં મોરનું પીંછુ હોય છે ત્યાં ગરોળી ફરકતી પણ નથી.
મચ્છર ભગાડવાનો ઉપાય
એક વાટકીમાં કેરોસીનમાં લીમડાનું તેલ અને કપૂરનો પાવડર મિક્સ કરો. હવે તેમાં વાટ મુકી દીવો કરી દો. આ દીવાથી મચ્છર દુર ભાગી જશે.
Trending Photos