ICC Rankings: પાકિસ્તાનના બાબર આઝમને હટાવી વિશ્વનો નંબર-1 ODI બેટ્સમેન બન્યો ભારતીય ક્રિકેટર, ગુજરાત સાથે કનેક્શન
ICC Rankings: આ ભારતીય ક્રિકેટરે ICC rankingsમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના દિગ્ગજ બાબર આઝમને પાછળ છોડી દીધો છે અને વિશ્વનો ટોચનો ODI બેટ્સમેન બની ગયો છે.
આ ભારતીય ક્રિકેટરે ICC rankingsમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બેટિંગ રેન્કિંગમાં પાકિસ્તાનના દિગ્ગજ બાબર આઝમને પાછળ છોડી દીધો છે અને વિશ્વનો ટોચનો ODI બેટ્સમેન બની ગયો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની સાથે ભારત માટે સૌથી મોટી ખુશખબર આવી ગઈ છે. ભારતીય ખેલાડી શુભમન ગિલ વનડેમાં નંબર વન બની ગયો છે. જેનું ગુજરાત કનેક્શન છે. શુભમન ગીલ એ ગુજરાત ટાઈટનનો કેપ્ટન છે.
શ્રીલંકાના સ્પિનર મહેશ થીકશાનાએ ODI બોલિંગ રેન્કિંગમાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યું છે. તેણે અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાનને હટાવીને પ્રથમ વખત ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી શરૂ થતાની સાથે જ રેન્કિંગમાં ટોપ પર આ એક મોટો ફેરફાર છે.
શુભમન ગિલ (રેટિંગ 796) ઘણા સમયથી શાનદાર ફોર્મમાં છે અને તાજેતરમાં પૂર્ણ થયેલી શ્રેણીની ત્રીજી વનડે દરમિયાન અમદાવાદમાં ઇંગ્લેન્ડ સામેની તેની સદી તેને રેન્કિંગમાં ટોપ પર પહોંચાડવા માટે પૂરતી હતી. આ બીજી વખત છે જ્યારે શુભમન ગિલે ODI ક્રિકેટમાં નંબર 1 રેન્કિંગ હાંસલ કર્યું છે.
ગિલે અગાઉ 2023માં ICC ODI વર્લ્ડ કપ દરમિયાન બાબરને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. બાબર બીજા સ્થાને સરકી ગયો છે અને નવા નંબર-1 બેટ્સમેન ગિલથી 23 રેટિંગ પોઈન્ટ પાછળ છે, જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા ત્રીજા સ્થાને યથાવત છે અને તેના સાથી ભારતીય ઓપનરથી 45 રેટિંગ પોઈન્ટ પાછળ છે.
Trending Photos