આ તારીખે ચંદ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાત પર આવશે અણધારી આફત! 3 તોફાની સિસ્ટમો બોલાવશે સપાટો

Gujarat Rainfall Alert: ગુજરાત પર એક સાથે 3-3 તોફાની સિસ્ટમ થઈ સક્રિય...ધ્યાનથી જોતા રહેજો આકાશ. જો આ તારીખે ચંન્દ્ર વાદળોમાં ઢંકાયો તો ગુજરાત પર આવી શકે છે અણધારી આફત...

1/12
image

ગુજરાતમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. બંગાળની ખાડીનું ડિપ્રેશન પણ ગુજરાતને ઘેરી રહ્યું છે. આગામી દિવસોમાં ઓકટોબર મધ્ય સુધી સતત વરસાદ વરસે તેવી પૂરી સંભાવના છે. વરસાદે રાજ્યની હાલત ખરાબ કરી નાખી છે. ભાદરવી પૂનમનો મેળો પણ વરસાદની ભેટ ન ચડે તેવી ચિંતા હવે યાત્રિકોમાં પેસી ગઈ છે. બનાસકાંઠા અને મહેસાણામાં સતત વરસાદ વરસી રહ્યો છે.

2/12
image

રાજ્યમાં અગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આગાહી કરી છે આગામી 2 દિવસ અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અતિભરે વરસાદની આગાહી કરાઈ છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, વડોદરા અને પંચમહાલમાં ભારે વરસાદ વરસી છે. આજે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,વલસાડ, નવસારી, તાપી, ડાંગ,દમણ અને દાદરનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.  ઓફ શૉર ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશ અને ડિપ્રેશનના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. 

3/12
image

બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે. ધાનેરા, ડીસા, થરાદ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. ધાનેરામાં ૩ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબક્યો છે. ધાનેરા નગર પાલિકા આગળ વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. ધાનેરાની મુખ્ય બજારોમાં પાણી ભરાતાં વેપારીઓ ફસાયા છે. સામાન્ય વરસાદમાં જ ધાનેરાના અનેક વિસ્તારો પાણી પાણી ભરાતાં પાલિકાની પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. આજે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. તાપીના વ્યારા શહેર તેમજ ગ્રામીણ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલીક જગ્યાએ ઝાપટા સ્વરૂપે વરસાદ વરસી રહ્યો છે. 

4/12
image

રાજ્યના ત્રીજા નંબરના કડાણા ડેમમાં સતત પાણીની આવક આવી રહી છે. કડાણા ડેમમાં હાલ 1,71,00 ક્યુસેક પાણીની આવક આવી રહી છે. ભારે પાણીની આવકને લઈને કડાણા જળાશય દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમનું રૂલ લેવલ 415.7 ફૂટ ઉપર પહોંચ્યું છે. કડાણા ડેમ હાઈ એલર્ટ સ્ટેજ ઉપર પહોંચ્યો છે. ભારે પાણીની આવકને લઈને કડાણા જળાશય માંથી 1,95000 હજાર ક્યુસેક પાણી ડેમમાંથી છોડાઈ રહ્યું છે. મહીસાગર જિલ્લાના 110 જ્યારે પંચમહાલ જિલ્લાના 10 જેટલાં નીચાણ વાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. નદી કાંઠા નજીક તેમજ ડુંબક પુલ પાસે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે. ડેમ પ્રશાસન દ્વારા મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા જિલ્લાના કલેકટરને આ બાબતે પત્ર દ્વારા જાણ કરાઈ છે. કડાણા જળાશય દ્વારા મહીસાગર નદીમાં પાણી છોડતા મહીસાગર નદી ગાંડીતૂર બની છે.

5/12
image

હવામાન વિભાગની આગાહી વચ્ચે  નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. શહેરમાં આવેલા સર્કિટ હાઉસ, સ્ટેશન રોડ, ડેપો સહિત અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. નવસારી શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છે.  

આ રાજ્યોમાં વરસાદની શક્યતા-

6/12
image

હવામાન વિભાગે આજે 13 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર  કર્યું છે. આગાહી મુજબ આજે મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, રાજસ્થાન, યુપી, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, તેલંગણા, કર્ણાટક, અસમ, હરિયાણા સહિત 13 રાજ્યોમાં ભારે વરસાદ વરસી શકે છે.   

એમ પી યુપીમાં ચાલુ રહેશે વરસાદનો દોર-

7/12
image

મધ્ય પ્રદેશમાં વરસાદનો દોર ચાલુ છે. હવામાન વિભાગે આગામી 3-4 દિવસમાં ભારે વરસાદની શક્યતા જતાવી છે. મંગળવારે પણ ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો. 6થી વધુ  બંધના ગેટ  ખોલાયા છે. નર્મદાનું જળસ્તર વધ્યું છે. યુપીમાં આગામી 3 દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે. યુપીના ઝાંસી, લલિતપુર, અને મહોબામાં વીજળી પડવાથી મંગળવારે 3 ખેડૂતોએ જીવ પણ ગુમાવ્યા.   

ગુજરાતને અસર-

8/12
image

દેશમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલમાં ખતરનાક બની છે. જે આગામી બેથી 3 દિવસમાં ભારે વરસાદ વરસાવી શકે છે જોકે, ગુજરાત આ ખતરાથી મુક્ત રહેશે. ગુજરાતમાં ફક્ત આની અસર જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી આ ત્રીજી એવી સિસ્ટમ છે જે ડીપ ડિપ્રેશન સુધી પહોંચી છે અને વધારે શક્તિશાળી બની છે. એકાદ બે દિવસમાં આ સિસ્ટમ આગળ વધીને મધ્ય ભારત સુધી પહોંચે એવી શક્યતા છે.

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી-

9/12
image

વેલમાર્ક લો-પ્રેશર અને ડિપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતાં પરિબળો વધુ મજબૂત બનતા ૨૦મી સુધી સારો વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં ૫૦ ટકા વરસાદની ઘટ હતી, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા વરસાદની ઘટ ૯ ટકા ઘટીને ૪૧ ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં ૪૪ અને સૌરાષ્ટ્રમાં ૩૭ ટકા ઓછો વરસાદ પડ્યો છે, પરંતુ ૮થી ૧૪ સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે વરસાદને લીધે ચોમાસાને અંતે વરસાદની ૨૫ ટકા ઘટ રહેવાની શક્યતા છે. 

15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે-

10/12
image

આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 -13 સપ્ટેમ્બરથી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે. 15-16-17 સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેભ આવશે. જેની ગુજરાત ઉપર 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડશે. 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે. 16 થી 17 ઓક્ટોબરે ચંદ્ર જો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો દરિયામાં ભારે હલચલ થવાની શક્યતા છે.

11/12
image

હવામાન નિષ્ણાતે જણાવ્યું કે, 22 સપ્ટેમ્બરે વધુ એક સિસ્ટમ બનતા 25મી સુધી વરસાદી માહોલ રહેવાની વકી છે. ઉપરાંત આ વખતે એક પછી એક સિસ્ટમ બની રહી છે તેથી આ ચોમાસું અનોખું છે. એક બાદ એક સિસ્ટમ બનતા ચોમાસું ક્યારે વિદાય લેશે તે કહેવું તો અત્યારે કઠિન છે. હજુ પણ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. નોંધનીય છે કે, વરસાદ બંધ થવાની સાથે તાપમાનનો પારો સતત વધી રહ્યો છે ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા છે.

ઓડિશામાં 2 હજાર લોકોનું રેસ્ક્યુ

12/12
image

બીજી બાજુ ઓડિશામાં મંગળવારે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. એનડીઆરએફની ટીમોએ 2 હજારથી વધુ લોકોનું રેસ્ક્યુ કર્યું છે. ઓડિશાના મલકાનગિરી, ગંજામ, અને કોરાપુટ જિલ્લાઓમાં અનેક રસ્તાઓ ધોવાઈ ગયા. રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે હાલત ખરાબ છે. આગામી કેટલાક દિવસસુધી રાહતની આશા ઓછી છે. હવામાન વિભાગે 4-5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં બનેલા ઓછા દબાણના ક્ષેત્રના કારણે અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની શક્યતા છે.