Kitchen Tips: રવામાં મહિનાઓ સુધી નહીં પડે જીવાત, પડી હશે તો પણ નીકળી જાશે આપોઆપ, અજમાવો આ 5 ટ્રિક્સ
Kitchen Tips: અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે રવાનો ઉપયોગ દરેક ઘરમાં થાય છે. જો રવો સ્ટોર કરતી વખતે થોડી પણ બેદરકારી રહી જાય તો તેમાં ધનેડા કે જીવાત તુરંત થઈ જાય છે. રવો વધારે હોય અને તેમાં જીવાત થઈ જાય તો તેને ફેકવો મોંઘવારીના સમયમાં પોષાય નહીં. આજે તમને અહીં પાંચ એવી ટ્રિક્સ જણાવીએ જેની મદદથી તમે આ નુકસાનથી બચી શકો છો. જો તમે આ ટ્રીક અજમાવીને સૂજીને સ્ટોર કરશો તો તેમાં જીવાત પણ નહીં પડે અને પડી હશે તો પણ બધી જ જીવાત આપોઆપ સાફ થઈ જશે.
તમાલ પત્ર
રવામાં જીવાત ન પડે તે માટે તમાલપત્રનો ઉપયોગ પણ કરી શકાય છે. એના માટે તમે જે કન્ટેનરમાં રવો ભરો તેમાં ત્રણથી ચાર પાન તમાલપત્રના રાખી દેવા. તેનાથી સુજી લાંબા સમય સુધી ફ્રેશ રહેશે અને જીવાત પણ નહીં થાય.
કપૂર
સોજીમાં પડેલી જીવાતને દૂર કરવા માટે કપૂરનો ઉપયોગ પણ કરી શકાય છે. ડબ્બામાં સ્ટોર કરેલા રવામાં જો જીવાત થઈ ગઈ છે તો તેને પહેલા કપડા પર સારી રીતે પાથરો. ત્યાર પછી તેમાં કપૂરના નાના નાના ટુકડા મૂકી દો. કપૂરની ગંધથી જીવાત દૂર થઈ જશે.
મીઠું
સોજીના જીવડાને દૂર કરવા માટે મીઠું પણ ઉપયોગી છે. તેના માટે મીઠાના ટુકડા લેવા પડશે. મીઠાના ટુકડાને સુજીમાં રાખી દેશો તો તેમાં જીવાત ક્યારેય નહીં થાય.
લવિંગ
જે રીતે ખાંડમાં લવિંગ રાખવાથી કીડી નથી ચડતી તે રીતે સોજીના ડબ્બામાં જો લવિંગ રાખી દેશો તો તેમાં પણ જીવાત નહીં થાય. અને મહિનાઓ સુધી ફ્રેશ રહેશે. જો રવામાં જીવાત થઈ ગઈ હોય તો તેને તડકામાં રાખીને તેમાં થોડા લવિંગ રાખી દેવાથી પણ કીડા નીકળી જશે.
Trending Photos