આ 7 Food જે ટેસ્ટમાં છે હિટ, જે તમારી હેલ્થને પણ રાખે છે ફિટ
ઓટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે. તેમાં ઘણા પ્રકારના ફ્લેવર આવે છે. જેમ કે, મેંગો ફ્લેવર, એપ્પલ ફ્લેવર, બનાના ફ્લેવર, ચોકલેટ ફ્લેવર, બેરી ફ્લેવર. તેને ખાવાથી તમે આખો દિવસ ફીટ રહશો
નવી દિલ્હી: ટેસ્ટી ફૂડને હેલ્ધી આહાર સાથે દૂર-દૂર સુધી કોઇ સંબંધ હોતો નથી. પરંતુ ટેસ્ટી ફૂડ બધાને પસંદ હોય છે પરંતુ પોતાના સ્વાસ્થ્યને સારૂ રાખવા માટે આપણે આપણા ટેસ્ટની સાથે સમજોતા કરવા પડે છે. પોતાના સ્વાસ્થ્યને સારુ રાખવા માટે આપણે કઇપણ કરીએ છીએ. જેમ કે ઓછુ મીઠુ અને ઓઇલ વગરનું બાફેલું ફૂડ, કારેલાનું જ્યૂસ, બાફેલી દૂધી, આ બધુ ખાઇ આપણે કંટાળી જઇએ છે પરંતુ સ્વસ્થ રહેવા માટે તમારે તમાર ટેસ્ટની બલી આપવી પડે છે. સ્વસ્થ રહેવા માટે આપણે આપણા ટેસ્ટને ભૂલી જઇએ છે. પરંતુ જો આપણે ઇચ્છીએ તો સ્વસ્થ રહેવાની સાથે સાથે ટેસ્ટી ફૂડની પણ મજા માણી શકીએ છે.
પોપકોર્ન
મૂવી જોવા જવું હોય કે પછી લોન્ગ ડ્રાઇવ પર પોપકોર્ન વગર બધુ જ અધુરૂ છે. પરંતુ હેવ તમે પોપકોર્ન ખાવા માટે કોઇ કારણ શોધવાની જરૂરિયાત નથી. પોપકોર્નને તમે તમારા દરરોજના બ્રેકફાસ્ટમાં પણ સામેલ કરી શકો છો. જો આપણે પોપકોર્નને બટરની જગ્યાએ ઓલિવ ઓઇલથી તૈયાર કરીએ છે તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારૂ છે અને તેનાથી પોપકોર્નનો ટેસ્ટ પણ ખરાબ થતો નથી.
ઓવર નાઇટ ઓટ્સ સ્મૂદી
આ ટેસ્ટી હોવાની સાથે ઘણું વધારે હેલ્ધી પણ હોય છે. તેને તમે તમારા ઘરમાં ખુબજ સરળતાથી બાવી શકો છો. ઓટ્સમાં ફાઇબરનું પ્રમાણ વધુ છે. તેમાં ઘણા પ્રકારના ફ્લેવર આવે છે. જેમ કે, મેંગો ફ્લેવર, એપ્પલ ફ્લેવર, બનાના ફ્લેવર, ચોકલેટ ફ્લેવર, બેરી ફ્લેવર. તેને ખાવાથી તમે આખો દિવસ ફીટ રહશો. તેને તમે તમારા બ્રેકફાસ્ટમાં પણ સામેલ કરી શકો છો.
શેકેલા બટેકા
બટેકા ખાવામાં તો ઘણા ટેસ્ટી હોય છે, પરંતુ તેમાં ફેટનું પ્રમાણ વધારે હોવાથી આપણે તેને ખાવથી દૂર રહી છે. પંરતુ જો તમે બટેકાને શેકીને ખાઓ છો, તો તેમા ફેટનું પ્રમાણ ઓછું થઇ જાય છે અને શેકેલા હોવાના કારણે તે વધારે ટેસ્ટી લાગે છે. તેમાં પોટેશિયમ અને વિટામિન પણ હોય છે. જે આપણા હેલ્થ માટે ઘણા ફાયદાકારક હોય છે.
પનીર બટર બનાના શેક
આ ડ્રિંક આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તેને પીવાથી આપણને ભૂખ ઓછી ગાલે છે જે આપણું ફેટ ઓછું કરવામાં મદદગાર સાબીત થયા છે. વિટામિન ઈ હોવાના કારણે તેમાં કેન્સરથી લડવાની ક્ષમતા હોય છે. તેમાં આયર્ન અને કેલ્શિયમ પણ હોય છે. જેનાથી આપણા હાડકા મજબૂત થયા ચે. આ હૃદય રોગની બીમારી દૂર કરે છે અને ડાયબિટીઝને પણ કંટ્રોલ કરે છે.
ડાર્ક ચોકલેટ
સમાન્ય રીતે ડાર્ક ચોકલેટ ખાવી આપણને સૌને ગમે છે. પરંતુ જ્યારે તમને તેના ફાયદા વિશે જાણવા મળશે તો તમે ડાર્ક ચોકલેટ વધારે ખાવાની પસંદ કરશો. ડાર્ક ચોકલેટમાં ઘણુ વધારે ન્યૂટ્રીશયન હોય છે. જે શરીર માટે ખુબજ ફાયદાકારક હોય છે. તે આપણા શરીરમાં લોહીનું સર્ક્યૂલેશનને યોગ્ય રાખે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને કોલેસ્ટ્રોલની સમસ્યાને પણ ઘટાડે છે. તે આપણા બ્રેઇન અને સ્કીન માટે પણ ઘણી સારી હોય છે. ડાર્ક ચોકલેટને ચહેરા પર લગાવવાથી કરચલીઓ ઓછી થઇ જાય છે.
મેઇક્રોની અને પાસ્તા
મેઇક્રોની અને પાસ્તા બધાને ખાવા ગમે છે. પંરતુ મેંદાના કારણે આપણે તેને રોજ ખાઇ શકતા નથી. પરંતુ જો આપણે માઇક્રોની અને પાસ્તા મેંદાને બદલે રવાના ખાઈએ અને આપણે તેમાં લીલી શાકભાજી, ઓછું ઓઇલ અને મસાલાની સાથે બનાવીએ તો તે આપણા સ્વાસ્થ્ય માટે પણ હેલ્ધી રહે છે અને ટેસ્ટ માટે પણ સારા હોય છે. તેને આપણે દરરોજ ખાઇ શકીએ છે.
ઇડલી
સાઉથ ઇન્ડિય ખાવાની વાત હોય અને ઇડલીનું નામ ના આવે એવું થયા જ નહીં. ઇડલી ખાવામાં તો ટેસ્ટી હોય છે અને સાથે જ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. ચોખા હોવાના કારણે તેમાં કાર્બોહાઇડ્રેટ હોય છે. ઇડલીની સાથે આપણે સાંભર પણ ખાતા હોઇએ છે. જે દાળ અને શાકભાજીનો બનેલો હોય છે. તેનથી આપણાં શરીરને પ્રોટીન પણ મળે છે. વરાળમાં રાંધવામાં આવતા તેમાં તેલનું પ્રમાણ પણ ઓછું હોય છે.
Trending Photos