પત્ની સાથે આ આઈલેન્ડ પર રહો અને મેળવો 26 લાખનો પગાર, કોઈ ક્વોલિફેકશનની જરૂર નથી..

ઘણા લોકો કોઈ પણ કામ કર્યા વિના પૈસા કમાવવા માંગે છે, જ્યારે કેટલાક લોકો મુસાફરી કરીને તેમની આવકનો સ્ત્રોત બનાવવા માંગે છે. જ્યારે, કેટલાક ઇચ્છે છે કે તેમને એવી નોકરી મળે જેમાં ઘણું કરવાનું ન હોય અને સ્થળ ઉત્તમ હોય અને પૈસા પણ સારા મળતા હોય.

1/7
image

ખરેખર સ્કોટલેન્ડમાં આવી જ એક શાનદાર નોકરીની ઓફર આવી છે. સ્કોટલેન્ડમાં એક ટાપુ માટે મેનેજરની શોધ કરવામાં આવી રહી છે. સૌથી મોટી વાત એ છે કે આ નોકરી માટે સારા રૂપિયા આપવામાં આવશે અને કોઈ ખાસ લાયકાતની જરૂર નથી.

2/7
image

સ્કોટિશ વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ હાંડા આઇલેન્ડ માટે મેનેજરની શોધમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ આઇલેન્ડ પર મેનેજર તરીકે કામ કરનાર વ્યક્તિને 31,000 ડોલર (રૂ. 26 લાખથી વધુ) આપવામાં આવશે. આ નોકરી પ્રથમ 6 મહિના માટે કોન્ટ્રાક્ટ પર આપવામાં આવશે.

3/7
image

આટલી મોટી રકમ આપવાની સાથે સાથે આ મેસેજરને અહીં એક ઘર પણ આપવામાં આવશે, કારણ કે તેણે અહીં જ રહેવું પડશે અને તેની દેખભાળ કરવી પડશે. પરંતુ જો તમે પોતાની પત્નીની સાથે અહીં રહેવા માંગો છો તો તેની પણ ચિંતા નથી. તમે એવું પણ કરી શકો છો.

4/7
image

આ દ્વીપ યૂરોપમાં સમુદ્રી પક્ષિયોના પ્રજનન દર માટે ખુબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દ્વીપના ખડકોનો નજારો ખૂબ જ મનમોહક છે અને બોટની મદદથી અહીં પહોંચી શકાય છે. જો કે, કર્મચારીને કપડાં ધોવા, બેંકિંગ અને ખરીદી માટે દર અઠવાડિયે સ્કોરી નામના ગામની મુલાકાત લેવી પડે છે.

5/7
image

નોકરીની જાહેરાત પ્રમાણે હાંડા આઈલેન્ડના મેનેજરના કાર્યક્રમોનું આયોજન કરવું પડશે અન સ્વંયસેવકોની એક ટીમનું પ્રબંધન કરવું પડશે, સાથે જ દ્વીપના વન્ય જીવન અને ત્યાં દર વર્ષે આવનાર 8000 પર્યટકોની દેખરેખ પણ રાખવી પડશે.

6/7
image

જોકે, આ દ્વીપ પર કોઈ પણ વ્યક્તિ સ્થાયી રૂપથી રહેતો નથી, એટલા માટે આ નોકરી એવા વ્યક્તિ માટે યોગ્ય હશે જે શહેરી જીવનની ભાગદોડથી દૂર રહેવા માંગતો હોય.

7/7
image

આ નોકરી માટે કોઈ પણ પ્રકારની ક્વોલિફિકેશનની જરૂર નથી, પરંતુ સમુદ્રી અને પ્રાકૃતિક ચીજો વિશે જાણવાથી નોકરી મળવાની સંભાવના વધી જશે.