ઔરંગાબાદ: 36 KM ચાલીને થાકી ગયેલા શ્રમિકો પાટા પર સૂઈ ગયા અને માલગાડીએ કચડી નાખ્યા, દર્દનાક PHOTOS

36 કિમી ચાલીને થાકી ગયા હતાં અને પછી આરામ કરવા પાટા ઉપર જ સૂઈ ગયાં. તેમને શું ખબર હતી કે તેમની આ મુસાફરી તેમના જીવનની છેલ્લી મુસાફરી બની રહેશે. 

મુંબઈ: જે રોટીની શોધમાં શ્રમિકો પોતાના ઘર છોડીને નિકળ્યા હતાં તે તેમના નિર્જીવ શરીરની આગળ પડેલી જોવા મળી. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં જાલના રેલવે લાઈન પાસે આજે સવારે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધો. માલગાડીથી 16 શ્રમિકો કપાઈ ગયાં. ચારેબાજુ લાશો વિખરાયેલી જોવા મળી. લોકડાઉનના કારણે આ 19 મજૂરો 5મી મેના રોજ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતાં. 36 કિમી ચાલીને થાકી ગયા હતાં અને પછી આરામ કરવા પાટા ઉપર જ સૂઈ ગયાં. તેમને શું ખબર હતી કે તેમની આ મુસાફરી તેમના જીવનની છેલ્લી મુસાફરી બની રહેશે. 

1/6
image

19 જેટલા આ મજૂરો મહારાષ્ટ્રની એક સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા હતાં. લોકડાઉનના કારણે કામ બંધ હતું. તેમણે વિચાર્યું હશે કે આવામાં ઘરભેગા થઈ જઈએ. લોકડાઉનમાં મુસાફરીના સાધનો બંધ છે અને ઔરંગાબાદ રેલવે સ્ટેશને પહોંચવું જરૂરી હતી. 

2/6
image

આ તમામ મજૂરો મધ્ય પ્રદેશના હોવાનું કહેવાય છે. મધ્ય પ્રદેશ માટે ઔરંગાબાદથી ટ્રેન દોડી રહી હતી. આથી બધા પાટા-પાટા ચાલીને જાલનાથી ઔરંગાબાદ પગપાળા જઈ રહ્યાં હતાં. બંને વચ્ચેનું અંતર લગભગ 60 કિમી છે.   

3/6
image

કોરોના વાયરસના કારણે ટ્રેનો દોડતી નથી. આથી તેમિને લાગ્યું હશે કે હાલ કોઈ ટ્રેન નહીં હોય. આવામાં રાતે જ થાકીને 16 લોકો પાટા પર પાથરીને સૂઈ ગયાં. જ્યારે 2 બરાબર બાજુમાં અને બાકીના થોડેદૂર સૂઈ ગયાં.

4/6
image

આ જ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થઈ. સવાર સવારમાં એક માલગાડી ત્યાંથી પસાર થઈ અને તેમને મોતની ગોદમાં સૂવાડી ગઈ. 

5/6
image

પાટા પાસેનો નજારો ડરામણો હતો. ચારેબાજુ લાશો પડી હતી. પાટા પર તેમનો સામાન અને રોટી પડી હતી. આ લોકો મુસાફરી માટે તે લાવ્યાં હશે.  

6/6
image

આ અકસ્માત બાદ હવે રેલ મંત્રાલય તરફથી તપાસના આદેશ અપાયા છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તમામ મૃતકોના પરિજનોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની પણ જાહેરાત કરી છે.