Mahashivratri 2024: કઇ રાશિના જાતકોએ ભોલેનાથને અર્પણ કરવા જોઇએ બિલીપત્ર, શું ફાયદો શું થશે ફાયદો
Mahashivratri ke Upay: હિંદુ ધર્મમાં મહા શિવરાત્રિના પર્વ સૌથી મહત્વપૂર્ણ વ્રત-તહેવારોમાંથી એક છે. આ દિવસે લોકો ઉપવાસ રાખે છે. ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે શિવ-પાર્વતીના લગ્ન થયા હતા અને આ દિવસે શિવજી દિવ્ય જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. ફાગણ કૃષ્ણ ચોથના રોજ મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીને પ્રસન્ન કરવા માટે સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે. જો આ દિવસે જાતક રાશિ અનુસાર ઉપાય કરી લે તો તેની દરેક મનોકામના પૂર્ણ થઇ શછે. કરિયર-વેપારમાં પ્રગતિ, ધન, સફળતા, પ્રતિષ્ઠા સુખી જીવન મળી શકે છે.
મેષ
શિવલિંગનો ગંગા જળ અને ગાયના દૂધ (કાચા દૂધ)થી અભિષેક કરો. મધ, મીઠા ચોખા અથવા ખીર પણ ચઢાવો. કરિયરમાં લાભ થશે.
વૃષભ
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને દહીં, દૂધનો અભિષેક કરો. પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થશે.
મિથુન
મહાશિવરાત્રી પર ભગવાન શિવને બિલીપત્ર અને લાલ ફૂલ અર્પણ કરો. શિવલિંગ પર મધ પણ ચઢાવો.
કર્ક
મહાશિવરાત્રી પર ભગવાન શિવનો દુગ્ધાભિષેક કરો. સફેદ ચંદન, સફેદ વસ્ત્ર અને સફેદ ફૂલ પણ અર્પણ કરો. ખીર અથવા સફેદ મીઠાઈ અર્પણ કરો.
સિંહ
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મધ અને ગોળ ચઢાવો.
કન્યા
મહાશિવરાત્રી પર શિવલિંગનો જલાભિષેક કરો અને મધ પણ ચઢાવો. બિલીપત્રના પાન પણ ચઢાવો.
તુલા
તુલા રાશિના લોકોએ ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે મહાદેવને દૂધ, દહીં, મધ અને ઘીનો અભિષેક કરવો જોઈએ. શેરડીનો રસ પણ ચઢાવો.
વૃશ્વિક
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવનો અભિષેક કરો અને તેમને લાલ ફૂલ ચઢાવો.
ધન
ભગવાન શિવને દેશી ઘીથી અભિષેક કરો અને તેમને ચંદન અર્પણ કરો. આ પછી પીળા રંગના વસ્ત્રો અને પીળા ફૂલ ચઢાવો.
મકર
મહાશિવરાત્રી પર ભગવાન શિવનો અભિષેક કરો. શિવલિંગ પર ગાયનું દૂધ, ગંગાજળ, ઘી અને બેલપત્ર અર્પણ કરો.
કુંભ
ભગવાન શિવનો જલાભિષેક કરો અને તેમને મધ અને બોર અર્પણ કરો.
મીન
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જલાભિષેક કરો અને બદામ, બિલીપત્રના પાન અને પીળા ફૂલ ચઢાવો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી. )
Trending Photos