PHOTOs: યુવાધન હિલોળે ચઢ્યું; હૈયે હૈયું દળાય એવી ભીડ વચ્ચે "છોગાડો" છવાયો
Navratri Garba 2023: વરસાદ વિદાય લે, ન લે ત્યાં સુધીમાં શરદ ઋતુની સવારી આવી પહોંચે છે. આસો માસની એકમથી નવ દિવસ સુધી નોરતાંનો ઉત્સવ ઊજવાય છે એ આપણે લગભગ બધાં જાણીએ છીએ. નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાઈ જાય છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે.
નવરાત્રી કે નવરાત્ર એક હિંદુ ઉત્સવ છે . જેમાં મા શક્તિની પૂજા અને ગરબા કરવામાં આવે છે અને મા પ્રત્યે ભક્તિભાવ દેખાડાય છે. સંસ્કૃત અને ગુજરાતીમાં નવરાત્રી - નવ એટલે ૯ અને રાત્રી એટલે કે રાતની રીતે તેનો શાબ્દિક અર્થ નવ રાતો તેવો થાય છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ / દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે.
ગુજરાતમાં નવરાત્રિની ધૂમ મચે છે. 2 નોરતાં પૂરા થયા છે અને આજે ત્રીજુ નોરતું છે. રાજ્યમાં લાખો ગુજરાતીઓ રાત પડે ને મૌજમાં આવીને ગરબા રમે છે. બીજા નોરતે અમદાવાદમાં એસપી રીંગ રોડ પર એવરગ્રીન પાર્ટી પ્લોટમાં બ્લોમિંગ ગ્રૂપ ઓફ સ્કૂલ દ્રારા આયોજિત "છોગાડો"ની થીમ પર યોજાયેલી નવરાત્રીમાં નાના છોકરાઓથી લઈને મોટરાંએ ધૂમ મચાવી હતી. હૈયે હૈયું દળાય એવી ભીડ વચ્ચે યોજાયેલા આ ગરબા મહોત્સવમાં જબરદસ્ત માહોલ રહ્યો હતો.
"છોગાડાએ" નવરાત્રિમાં મચાવી જબરદસ્ત ધૂમ
એ હાલો... "છોગાડા" તારા છબીલા તારા....
હું તો ગઇ’તી મેળે ... મન મળી ગયું એની મેળે મેળામાં..
હૈયું હણાઈ ને ગયું તણાઈ ... જોબન ના રેલામાં , મેળા માં ... મેળા માં
નવરાત્રીમાં નાના છોકરાઓથી લઈને મોટરાંએ મચાવી ધૂમ
Trending Photos