ઠંડીની શરૂઆત થઈ ગઈ છે, આ 5 ન્યૂટ્રિએન્ટ્સની કમીથી શરીરમાં બીમારીઓ આપી શકે છે દસ્તક

Nutrients For Winter: શિયાળાની ઋતુમાં જ્યાં ઠંડા પવનો અને ગરમ ચાની ચાની ચુસ્કીનો આનંદ લઈને આવે છે, ત્યાં આ શરીરની ઈમ્યૂનિટીને કમજોર થવાનું જોખમ પણ વધી શકે છે. આ ઋતુમાં હેલ્ધી અને ઉર્જાવાન રહેવા માટે યોગ્ય પોષણ લેવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ શિયાળામાં કયા 5 મહત્વપૂર્ણ પોષક તત્વોની કમી ન થવી જોઈએ.

વિટામિન સી

1/5
image

વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે સૌથી મહત્વપૂર્ણ છે. તે શરીરને સંક્રમણથી બચાવવામાં મદદ કરે છે અને શરદી અને ઉધરસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. શિયાળામાં નારંગી, લીંબુ, આમળા અને કેપ્સિકમ જેવા ફળો અને શાકભાજીનું અવશ્ય સેવન કરો.

વિટામિન ડી

2/5
image

શિયાળામાં ઓછા સૂર્યપ્રકાશને કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ થઈ શકે છે. તે હાડકાંને મજબૂત બનાવવામાં અને રોગપ્રતિકારક શક્તિને સક્રિય રાખવામાં મદદરૂપ છે. આ ઋતુમાં સૂર્ય પ્રકાસ લેવાની સાથે ઈંડા, મશરૂમ અને ફોર્ટિફાઈડ દૂધનું સેવન કરવું જોઈએ.

ઝીંક

3/5
image

ઝિંક શરીરને બેક્ટેરિયલ અને વાયરલ ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. તેની કમીથી રોગપ્રતિકારક શક્તિને કમજોર થઈ શકે છે. શિયાળામાં નટ્સ, બીજ, કઠોળ અને લીલા શાકભાજીને તમારી ડાઈટમાં સમાવેશ કરો.

ઓમેગા -3 ફેટી એસિડ

4/5
image

ઓમેગા-3 ફેટી એસિડ સોજાને ઘટાડવામાં અને હૃદયને સેહતમંદ રાખવામાં મદદ કરે છે, કારણ કે શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનું જોખમ વધી જાય છે, તેથી આ પોષક તત્વો જરૂરી છે. આ માટે તમારે માછલી, અખરોટ અને અલસીના બીજનું સેવન કરવું જોઈએ.

આયર્ન

5/5
image

આયર્નની કમીથી શરીરમાં નબળાઈ મહેસૂસ થવા લાગે છે અને રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે. પાલક, બીટ, બ્રોકોલી અને ડ્રાયફ્રુટ્સનું સેવન આયર્નની કમીને પૂર્ણ કરે છે.

Disclaimer: પ્રિય વાચક, અમારા સમાચાર વાંચવા બદલ આભાર. આ સમાચાર ફક્ત તમને જાગૃત કરવાના હેતુથી લખવામાં આવ્યા છે. અમે આ લખવા માટે ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતીની મદદ લીધી છે. જો તમે ક્યાંય પણ તમારા સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ વાંચો છો, તો તેને અપનાવતા પહેલા ચોક્કસપણે ડોક્ટરની સલાહ લો.