આગામી 3 કલાક ગુજરાત માટે ભારે; આગામી 5 દિવસ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

Rain forecast: ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે રહેવાના એંધાણ આપ્યા છે કારણ કે, રાજ્યમાં આગામી 3 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે ભારે  વરસાદની આગાહી  કરવામાં આવી છે.

1/5
image

પોરબંદર , જુનાગઢ , ભાવનગર ,જામનગર , દ્વારકા, અમરેલી,બોટાદ , જૂનાગઢ , પાટણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત સુરત,નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ, આણંદ અને દીવમાં દમણ, દાદર અને નગર હવેલી, મોરબી, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી,મહિસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા અને નર્મદામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

2/5
image

રાજ્યમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી છે. સુત્રાપાડામાં અને ધોરાજીમાં તો વરસાદે તારાજી સર્જી છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. સુત્રાપાડામાં 22 ઈંચથી વધુ વરસાદ પડતા ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે. તો બીજી તરફ હજુ લોકોને વરસાદથી રાહત મળશે નહી. આગામી 5 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે.

3/5
image

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં 23 જુલાઈ સુધી વરસાદ ખાબકી શકે છે. તો આ તરફ 19 અને 20 જુલાઈના રોજ ભારે થી અતિભારે વરસાદ રહે તેવી સંભાવના છે. ભારે વરસાદની આગાહીના પગલે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં પણ આગામી 7 દિવસ ભારે વરસાદ વરસવાની સંભાવના છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત, સોમનાથ, અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી અને સુરત સહિતના અનેક શહેરોમાં ભારે વરસાદ વરસી શકે છે. 

4/5
image

બીજી બાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દમણ, દાદરા નગર હવેલી, વલસાડ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર,જૂનાગઢ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. 

5/5
image

પોરબંદરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ અને નવસારી, અમરેલી, દ્વારકા ગીર સોમનાથ અને દીવમાંમાં  ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, પંચમહાલ, દાહોદ, વડોદરા,છોટાઉદેપુર, નર્મદા, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં  સુરેન્દ્રનગર, મોરબી અને બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.