Photos : રાજા રામમોહન રાયની ભાભીને તેમની ઈચ્છા વિરુદ્ધ ઠેકેદારોએ કરાવી હતી સતી

4 ડિસેમ્બર, 1829ના દિવેસ બ્રિટિશ ભારતના તત્કાલીન ગર્વનર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિકે બંગાળ સતી નિયમન પાસ કર્યુ હતું. જે અંતર્ગત બ્રિટિશ સરકારના અધિકાર ક્ષેત્રમાં આવનારા વિસ્તારોમાં સતી પ્રથા પર પ્રતિબંધ લગાવાયો હતો. આજે આ પ્રતિબંધને 189 વર્ષો વીતી ચૂક્યા છે. સતી પ્રથા વિરોધ સમાજ સુધારક રાજા રામમોહન રાય અને અંગ્રેજ અધિકારી વિલિયમ કેરી તેમજ વિલિયમ સિલમન સહિત અનેક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. આ પ્રથામાં વિધવા પત્ની તેના મૃત પતિ સાથે જીવતી બાળવામાં આવતી હતી. 

શું હિન્દુ ધર્મમા સતીનો રિવાજ છે

1/4
image

હિન્દુ ધર્મના ચારેય વેદમાં કોઈ પ્રકારની સતી પ્રથાની વ્યાખ્યા નથી. એવો ક્યાંય ઉલ્લેખ નથી કે, પતિના મૃત્યુ બાદ તેની પત્નીને બળતી ચિતા પર બેસીની ભસ્મ થવું પડે. સતી પ્રથાને ભારતીય સમાજ માટે એક કલંક માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, સતી પ્રથાની શરૂઆત મા દુર્ગાના સતી રૂપની સાથે થઈ હતી. જ્યારે તેમણે પોતાના પતિ ભગવાન શિવના પિતા દક્ષ દ્વારા કરાયેલ અપમાનથી ગુસ્સે થઈને અગ્નિમાં આત્મદાહ કર્યો હતો. તે સમયે નાની ઉંમરની યુવતીઓના લગ્ન મોટા ઉમરના પુરુષો સાથે કરાવાતા હતા, જેથી જો પુરુષનુ મૃત્યુ થઈ જાય તો તેની લાશ સાથે બળવા માટે તે મજબૂર બનતી હતી. મહિલાઓના આ અત્યાર સામે રાજ રામમોહન રાયે અવાજ ઉઠાવ્યો હતો. 

મુસ્લિમ આક્રમણને કારણે વધ્યુ જૌહર

2/4
image

શોધકર્તાઓનું કહેવુ છે કે, આ પ્રથાનું પ્રચલન મુસ્લિમ કાળમાં જોવા મળ્યું. જ્યારે કે મુસ્લિમ આક્રમણકારીઓ મહિલાઓને લૂંટીને આરબ લઈ જતા હતા અથવા તો રાજાઓને મારીને તેમની રાણીઓને ઉઠાવી લઈ જતા. આ માટે જ રાણીઓ તે સમયે જૌહર કરી લેતી. કૂવામાં કૂદી જતી અથવા તો આગમાં કૂદીને જીવ આપતી. મુસ્લિમ આક્રમણકારોના હાથમાં આવવા કરતા તેઓ મોત વ્હાલુ કરવાનું વધુ સારુ સમજતા. જ્યારે અલાઉદ્દીન ખિલજીએ પદ્માવતી રાણીને પામવા માટે ચિત્તોડમાં નરસંહાર કર્યું, ત્યારે પોતાનો જીવ બચાવવા માટે પદ્માવતીએ રાજપૂત મહિલાઓ સાથે જૌહર કર્યું હતું. ભારતમાં દેશમાં અનેક જગ્યાઓએ તમને સતી માટેના મંદિરો જોવા મળશે. જેમાં સૌથી વધુ રાજસ્થાનમાં છે. મુસ્લિમોના આક્રમણ કાળમાં સૌથી વધુ મહિલાઓએ આત્મદાહનો રસ્તો અપનાવ્યો હતો. ઈસ્લામિક હુમલાઓની સામે રાજપૂતોની પત્નીઓએ જૌહર કર્યાના કિસ્સા અનેક છે. તો ઈતિહાસમાં એવો પણ ઉલ્લેખ છે કે, અનેક કિસ્સાઓમાં મહિલાઓને જબરદસ્તી પતિની ચિતા પર બેસાડી દેવામા આવી હતી. મહિલાઓ બૂમો પાડતી, દર્દથી કણસતી, પણ તેમની પીડા કોઈ સમજતું નહિ. 

સમાજ માટે વિતાવ્યુ જીવન

3/4
image

રાજા રામમોહન રાયનો જન્મ એક બંગાળી બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેઓ બ્રહ્મ સમાજના સ્થાપક હતા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નોકરી ત્યજીને તેમણે ખુદને રાષ્ટ્ર સમાજના કામમાં પોતાને જોડ્યા. પોતાના કરિયરના શરૂઆતના સમયમાં તેમણે બ્રહ્મમૈનિકલ મેગેઝીન, સંવાદ કૌમુદીમાં કામ કર્યું હતું. તેમનું સર્વસ્વ જીવન મહિલાના હક માટે સંઘર્ષ કરતા વિત્યું હતું. રાજા રામમોહન રાયે ભારતમાં શિક્ષાના વ્યાપક પ્રચાર-પ્રસાર અને જાગૃતતા માટે સતી પ્રથાને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. સાથે જ તેમણે સમાજના ઉત્થાન માટે વિધવા વિવાહને સમાજની સ્વીકૃતિ આપવાનું જરૂરી ગણાવ્યું. 

ભાભીને થવું પડ્યું હતું સતી

4/4
image

રાજા રામમોહન રાયને મહિલાઓના પ્રતિ પોતાના દર્દનો અહેસાસ ત્યારે થયો, જ્યારે તેમની ભાભીને સતી થવું પડ્યું હતું. તેઓ કોઈ કામથી વિદેશ ગયા હતા અને આ વચ્ચે તેમના ભાઈનું મૃત્યુ થયુ હતું. ત્યારે સમાજના ઠેકેદારોએ સતી પ્રથાના નામે તેમની ભાભીને જીવતી બાળી હતી. તેના બાદ તેમણે સતી પ્રથા સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું હતું. તેમના પ્રયાસો બાદ આખરે કાયદો બન્યો હતો.