પાટીદાર નેતા રેશમા પટેલ લગ્ન બંધનથી જોડાયા, જીવનસાથી સાથેની ખાસ તસવીરો કરી શેર

Reshma Patel Weds Chintan Sojitra : પાટીદાર અનામત આંદોલનના મહિલા નેતા અને આમ આદમી પાર્ટીના નેતા રેશમા પટેલ લગ્નના બંધનથી જોડાયા છે. તેઓએ ગોંડલના ચિંતન સોજીત્રા સાથે રજિસ્ટર્ડ લગ્ન કર્યા છે. ત્યારે રેશમા પટેલે રજિસ્ટર્ડ મેરેજની તસવીરો શેર કરી છે. સાથે જ સોશિયલ મીડિયા પોસ્ટમાં લગ્ન વિશેની ખુશી વ્યક્ત કરી છે. જુનાગઢની હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર કચેરીમાં લગ્નની નોંધણી કરાવી છે. 

1/10
image

રેશમા પટેલે અત્યંત સાદગીથી ગોંડલના ચિંતન સોજીત્રા સાથે લગ્ન કર્યા છે. ત્યારે તેઓએ આ લગ્નની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું કે, સુર્યોદયે તો સૌ કોઈ સાથ આપે, સાચું સુખ તો ત્યારે આવે ત્યારે આથમતી સાંજે હું થાકું ને તું હાથ આપે #જીવનસાથી. Feeling lots of love Got marriage with Chintan Sojitra

2/10
image

થોડા સમય પહેલા રેશમા પટેલે ચિંતન સોજીત્રા સાથે સગાઈની જાહેરાત કરી હતી. રેશમા પટેલે જણાવ્યુ હતું કે, ચિંતન સોજીત્રાને તેઓ એક સામાજિક ફંક્શનમાં મળ્યાં હતાં. મારો પરિવાર અને તેમનો પરિવાર બન્ને એકબીજાથી પરિચિત હતા.  

3/10
image

રેશમા પટેલ હાલ આમ આદમી પાર્ટીના નેતા અને પાર્ટીમાં આપ ગુજરાત વુમન વિંગ્સના અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળે છે.   

4/10
image

ઉલ્લેખનીય છે કે, તેઓ પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવ્યા હતા. તે સમયે તેઓ ધારાસભ્ય હાર્દિક પટેલ સાથે ઉપવાસ આંદોલનમાં જોડાયા હતા. તેના બાદ તેઓએ ભાજપમાં જોડાઈને રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેના બાદ તેઓ એનસીપીમાં જોડાયા, અને એનસીપી સાથે છેડો ફાડીને આપ ગુજરાત સાથે જોડાયા હતા.   

કોણ છે ચિંતન સોજીત્રા

5/10
image

ચિંતન સોજીત્રાની ઓળખ આપતા રેશમા પટેલે જણાવ્યુ હતું કે, તે ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. જૂનાગઢ અને ગોંડલ બિઝનેસ ધરાવે છે અને તેનું મૂળ વતન ગોંડલ છે.

6/10
image

7/10
image

8/10
image

9/10
image

10/10
image