PM મોદી મળશે બ્રુનેઈના સુલ્તાનને...અંબાણીને પણ પાછળ પાડે તેવા! ધરાવે છે સોનાનો મહેલ, બોઈંગ પ્લેન, 7000 કારોનું કલેક્શન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બ્રુનેઈ રવાના થયા છે. તેઓ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર બ્રુનેઈ દારુસ્સલામ પહોંચી રહ્યા છે. પીએમ મોદીની બ્રુનેઈ યાત્રા કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીનો પહેલો દ્વિપક્ષીય પ્રવાસ છે. પીએમ મોદી બ્રુનેઈ બાદ સિંગાપુર જશે. તેમનો સિંગાપુર પ્રવાસ 4-5 સપ્ટેમ્બર વચ્ચે હશે. પીએમ મોદી સ્થાનિક સમય મુજબ 3 સપ્ટેમ્બરે સાંજે 5 વાગે પીએમ મોદી બ્રુનેઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પહોંચશે. જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત થશે. બંને દેશો વચ્ચે રક્ષા સહયોગ, વેપાર અને રોકાણ, ઉર્જા સહિત અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. અત્રે જણાવવાનું કે બ્રુનેઈના સુલ્તાન હસનલ બોલ્કિયા દુનિયાના સૌથી અમીર લોકોમાંથી એક છે અને તેમની લાઈફસ્ટાઈલ ખુબ લક્ઝરી છે. બોલ્કિયા પાસે 7000 કારો ઉપરાંત પ્રાઈવેટ જેટ્સનું કલેક્શન છે. 
 

21 વર્ષે સંભાળી હતી ગાદી

1/9
image

સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાએ વર્ષ 1967માં બ્રુનેઈની ગાદી સંભાળી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર 21 વર્ષ હતી. 4.5 લાખની વસ્તીવાળા બ્રુનેઈમાં 600 વર્ષથી બોલ્કિયા પરિવાર રાજ કરે છે અને સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા શાહી પરિવારના 29માં વારસદાર છે. તેઓ બ્રુનેઈના પ્રધાનમંત્રી, વિદેશમંત્રી અને રક્ષામંત્રી પણ છે. 

2.88 લાખ કરોડની સંપત્તિ

2/9
image

બ્રુનેઈ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસે અગણિત સંપત્તિ છે. વર્ષ 2009માં ફોર્બ્સ મુજબ હસનલની સંપત્તિ 1.36 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી હતી.જો કે રિપોર્ટમાં એવો દાવો કરાયો છે કે હવે તેમની સંપત્તિ 2.88 લાખ કરોડ રૂપિયાથી પણ વધુ થઈ ગઈ છે. 

ક્યાથી થાય છે કમાણી

3/9
image

બ્રુનેઈ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાની કમાણીનો સૌથી મોટો રસ્તો ઓઈલ રિઝર્વ અને નેચરલ ગેસ છે. અત્રે જણાવવાનું કે બ્રુનેઈમાં ઓઈલ અને કુદરતી ગેસ ભંડાર છે. 

દુનિયાનો સૌથી મોટો મહેલ

4/9
image

બ્રુનેઈ સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસે 20 લાખ વર્ગ ફૂટમાં ફેલાયેલો એક મહેલ છે જે 1984માં બનાવવામાં આવ્યો હતો. દાવો કરાયો છે કે તેમનો આ મહેલ ઈત્સાના નુરુલ ઈમાન પેલેસ દુનિયામાં સૌથી મોટો મહેલ છે અને તેનું  ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ સુલ્તાનના મહેલની કિંમત 2250 કરોડ રૂપિયા છે. 

સોના જડીત મહેલ

5/9
image

સુલ્તાનનો મહેલ ઈસ્તાના નુરુલ ઈમાન પેલેસમાં 1700 રૂમ, 257 બાથરૂમ, 5 સ્વિમિંગ પુલ, અને 110 ગેરેજ છે. આ મહેલમાં જે ગુંબજ છે તેમાં 22 કેરેટનું સોનું લાગેલું છે. આ સિવાય મહેલની દીવાલો ઉપર પણ સોનું મઢેલું છે. 

લક્ઝરી કારોનું કલેક્શન

6/9
image

બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયાને કારોનો પણ ખુબ શોખ છે. તેમની પાસે લગભગ 7000 કાર છે. જેમાં 600 રોલ્સ રોઈસ, 300 ફરારી, 134 કોએનિગ્નેસ, 11 મેક્લેરેન એફ1એસ, 6 પોર્શે, 962 એમએસ અને અનેક જગુઆર કારો પણ છે. આ કારોને રાખવા માટે તેમના મહેલમાં 110 ગેરેજ છે. બ્રુનેઈના સુલ્તાનના 200 ઘોડા માટે એરકન્ડિશન્ડ તબેલા પણ છે. 

જેટ્સનું કલેક્શન

7/9
image

બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ  બોલ્કિયા પાસેકારોની સાથે સાથે પ્રાઈવેટ જેટ્સનું પણ મોટું કલેક્શન છે. તેની પાસે પ્રાઈવેટ જેટ બોઈંગ 747-400, બોઈંગ 767-200 અને એરબસ એ340-200 છે. 

સોનાજડિત પ્રાઈવેટ જેટ

8/9
image

રિપોર્ટ મુજબ બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા પાસે જે પ્રાઈવેટ જેટ છે તે સોનાજડિત છે. જેની કિંમત 3359 કરોડ જેટલી છે. પ્લેનની અંદર વોશ બેસિન પણ સોનાનું છે અને જેટની અંદર દીવાલો પર સોનું મઢેલું છે. જેટના ફ્લોર પર સોનાના તારવાળો ગાલીચો છે. આ જેટમાં લિવિંગ રૂમથી લઈને અનેક બેડરૂમ અને લક્ઝરી લાઈફસ્ટાઈલ માટે દરેક ચીજની વ્યવસ્થા છે. 

3 લગ્ન કર્યા

9/9
image

બ્રુનેઈના સુલ્તાન હાજી હસનલ બોલ્કિયા 3 વાર લગ્ન કરી ચૂક્યા છે. બ્રુનેઈની ગાદી સંભાળવાના 2 વર્ષ પહેલા વર્ષ 1965માં પેન્ગિરન અનક હાજા સાલેહા સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ તેમણે વર્ષ 1981માં મરિયમ અબ્દુલ અઝીઝ  અને 2005માં અજરીનાઝ મઝહર સાથે લગ્ન કર્યા હતા. જો કે તેમણે 2003માં મરિયમ અને 2010માં અરિનાઝ સાથે ડિવોર્સ લઈ લીધા હતા.