હીરા બાના આર્શીવાદથી લઈને ખુલ્લી જીપમાં અડધા કિલોમીટરની સવારી સુધીના PMના Photos જુઓ

લોકસભા ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી મોદીએ સવારે ટ્વિટ કરી હતી. તેમણએ પોતાની ટ્વિટમાં જનતાને રેકોર્ડ મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે, તમારો વોટ કિંમતી છે...દેશને નવી દિશા મળશે. જેના બાદ તેઓ માતાના આર્શીવાદ લીધા બાદ મતદાન આપવા પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદના રાણીપમાં મતદાન કર્યા બાદ લોકોનું અભિવાદન ઝીલ્યુ હતું. સાથે જ જનતાને લોકશાહીના મહાપર્વમાં સક્રિય ભાગીદાર થવા કરી અપીલ કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી સાથે અમિત શાહ પણ રહ્યા હાજર હતા. વોટ આપ્યા બાદ પીએમએ લોકોને મેસેજ આપ્યો હતો. 

1/7
image

માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા.

2/7
image

માતા હીરાબાએ તેમને ચુંદડી આપીને મોઢુ ગળુ કરાવ્યું હતુ અને સાથે જ પુત્રને જીત માટે આર્શીવાદ આપ્યા હતા.

3/7
image

માતા હીરા બાના આર્શીવાદ લઈને પીએમ મોદી પોતાના કાફલા સાથે રાણીપ મતદાન બૂથ પર પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન ખુદ મતદારો સાથે લાઈનમાં ઉભા રહ્યા હતા, જ્યાં તેમના હાથમાં પોતાનું વોટર આઈડી કાર્ટ હતુ.

4/7
image

ચુંદડી અને શ્રીફળ સાથે ઘરની બહાર નીકળતા જ તેઓ પાડોશીઓને મળ્યા હતા. જ્યાં કેટલાક પાડોશીઓ તેમને પગે પણ લાગ્યા હતા.

5/7
image

 મતદાન કરતા પહેલા નિત્યક્રમ મુજબ આજે પણ માતા હીરાબાને મળવા પહોંચ્યા હતા. તેમના આર્શીવાદ લઈને જ મતદાન કરવા જવું તેવો તેમનો હરહંમેશનો ક્રમ રહ્યો છે. તેથી તેઓ વહેલી સવારે જ ગાંધીનગર સ્થત માતા હીરા બાના નિવાસસ્થાને પહોંચી ગયા હતા. જ્યાં હીરા બાએ તેમનું મોઢુ ગળ્યું કરાવીને આર્શીવાદ આપ્યા હતા. 

6/7
image

આજે અમદાવાદમાં રાણીપ ખાતે મતદાન કેન્દ્રમાં વોટ આપતા પહેલા તેમનો અનોખો બાળપ્રેમ જોવા મળ્યો હતો. આ બાળક બીજું કોઈ નહિ, પણ અમિત શાહની પૌત્રી હતી. પીએમ મોદી મતદાન કરતા પહેલા અમિત શાહની પૌત્રી પર વ્હાલ વરસાવતા જોવા મળ્યા હતા. 

7/7
image

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સવારે રાણીપની નિશાન સ્કૂલ ખાતે 118 નંબરના બૂથ પર મતદાન કર્યું હતું. તેમને જોવા માટે મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી.