Solar Panel: સોલાર પેનલ કેટલા વર્ષમાં થાય છે ખરાબ, સર્વિસિંગમાં ખર્ચ કેટલો?
Pradhanmantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર તરફથી સોલાર પેનલને લઇને એક યોજના ચલાવવામાં આવી રહી છે, જેમાં સરકાર સોલાર પેનલ લગાવવા પર સબસિડી આપશે.
છેલ્લા કેટલાક દિવસોથી સોલાર પેનલ અને મફત વીજળી જેવા શબ્દો ખૂબ ચર્ચામાં છે, કેન્દ્ર સરકારથી લઈને દિલ્હી સરકાર સુધી અલગ-અલગ યોજનાઓની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ દેશભરમાં એક કરોડ ઘરોમાં રૂફટોપ સોલાર પેનલ લગાવવામાં આવશે.
સરકાર રૂફટોપ સોલાર પેનલ લગાવવા માટે 60 ટકા સુધીની સબસિડી આપી રહી છે.
હવે કેટલાક લોકોના મનમાં એવો પણ પ્રશ્ન છે કે તેઓ પોતાના કેટલાક પૈસા રોકીને સોલાર પેનલ લગાવે, પરંતુ તેની સર્વિસિંગનું શું થશે અને તે કેટલા વર્ષ ચાલશે.
સામાન્ય રીતે સોલાર પેનલનું આયુષ્ય લગભગ 20 થી 25 વર્ષ જેટલું હોય છે. એટલે કે તમારે માત્ર એક જ વાર પૈસા ખર્ચવા પડશે અને આટલા વર્ષો સુધી મફત વીજળી મેળવી શકશો.
હવે સર્વિસિંગ અંગે, તમામ મોટી કંપનીઓ તેના ઇન્સ્ટોલેશન પછીના ઘણા વર્ષો સુધી તેની સર્વિસિંગની ખાતરી આપે છે.
આનો અર્થ એ છે કે એકવાર તમે સોલાર પેનલ પર ખર્ચ કરી લો, તો તમારે તેના જાળવણી પર વધુ પૈસા ખર્ચવા પડશે નહીં, સામાન્ય રીતે સોલર પેનલ ખરાબ થતી નથી. તેમની બેટરીનું ધ્યાન રાખવું પડશે.
Trending Photos