રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે પતિથી દૂર થઇ ભારતની 'ગોરી' વહૂ, મોદી સરકારને કરી અપીલ

Russia-Ukraine War Update: યૂક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને આ દરમિયાન ભારે સંખ્યામાં લોકો યૂક્રેન છોડીને બીજી જગ્યાએ આશરો લેવાનો સિલસિલો પણ સતત ચાલુ છે. યૂક્રેનને અડીને આવેલા દેશોમાં યૂક્રેની નાગરિક રિફ્યૂજી કેમ્પોમાં સતત આવી રહ્યા છે. આ દરમિયાન પોલેન્ડના રિફ્યૂઝી કેમ્પમાં એક મહિલા મળી જેનો પતિ ભારતીય છે. તે પ્રેગ્નેંટ છે અને ભારત આવવા માંગે છે. 

પતિ પાસે જવા માટે ભારત પાસે માંગી મદદ

1/5
image

પોલેન્ડના વોરસોમાં એવી જ રેફ્યૂજી કેમ્પની મુલાકાત ઝી મીડિયાએ લીધી તો ત્યાં તમામ લોકો એવા મળ્યા જે દિલ ખોલીને એકબીજાની મદદ કરતા જોવા મળ્યા. કોઇ ભોજન, કોઇ રહેવાની, કોઇ દવાઓ તો કોઇ અન્ય રીતે મદદ પુરી પાડી રહ્યું હતું. આ રેફ્યૂજી કેમ્પમાં એક યૂક્રેની મહિલા સાથે મુલાકાત થઇ, જેનો પતિ ભારતીય છે અને દિલ્હીમાં છે. મહિલા પ્રેગ્નેંટ છે અને ઝી મિડીયાના માધ્યમથી તે ભારત સરકારને અપીલ કરી રહી છે કે તેને તેના પતિ પાસે દિલ્હી મોકલવામાં આવે. 

યુક્રેનિયન મહિલાએ ભારતીય નાગરિક સાથે કર્યા લગ્ન

2/5
image

ભારતીય નાગરિક સાથે યુક્રેનની એક મહિલાના લગ્નની તસવીરો પણ સામે આવી છે. ફોટોમાં એક ભારતીય નાગરિક યુક્રેનની મહિલાને મંગળસૂત્ર પહેરાવતો જોવા મળે છે.

હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે કર્યા લગ્ન

3/5
image

યુક્રેનિયન મહિલાએ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા હતા. 

જ્યારે ભારતીય વરરાજાએ યુક્રેનિયન મહિલાને પહેરાવી માળા

4/5
image

અન્ય એક ફોટોમાં ભારતીય નાગરિકો અને યુક્રેનિયન મહિલાઓ માળા પહેરેલી જોવા મળે છે.

અગ્નિના ફેરા લઇને કર્યા લગ્ન

5/5
image

યુક્રેનિયન મહિલા અને ભારતીય નાગરિકે લગ્ન સમયે અગ્નિના ફેરા લીધા હતા.