Vastu Tips: ઘરની આ જગ્યા છે ક્રૂર ગ્રહોનું સ્થાન, તુલસીના છોડ સહિત આ વસ્તુઓ અહીં રાખવાથી વધે છે ગરીબી

Vastu Tips: વાસ્તુશાસ્ત્રમાં ઘરની દિશાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર દરેક દિશાના કેટલાક નિયમો હોય છે. જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો દેવી લક્ષ્મી ક્રોધિત થઈને હંમેશા માટે ઘરનો ત્યાગ કરે છે. 

રાહુ-કેતુ 

1/7
image

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ-કેતુને અશુભ ગ્રહ માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ ઘરની એક દિશા વિશે કહેવાય છે કે ત્યાં રાહુ-કેતુનો વાસ હોય છે. તેથી આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખવાનું ટાળવું જોઈએ.

ઘરમાં રાહુ કેતુની દિશા

2/7
image

વાસ્તુ શાસ્ત્ર અનુસાર, રાહુ-કેતુ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રહે છે. જેને ઉત્તર-પશ્ચિમ દિશા પણ કહેવાય છે. જો તમે આ દિશામાં કેટલીક વસ્તુઓ રાખો છો તો તમારે ભારે નુકસાન સહન કરવા તૈયાર રહેવું પડે છે.

તિજોરી

3/7
image

વાસ્તુ અનુસાર ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં  તિજોરી કે પૈસા રાખવાનું સ્થાન ન રાખવું. જો તમે ભૂલથી પણ આ કરો છો તો તમારે આર્થિક નુકસાનનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આ દિશામાં કિંમતી વસ્તુઓ જેમ કે સોનું, ચાંદી કે ઝવેરાત વગેરે રાખવાનું ટાળવું જોઈએ.  

મંદિર

4/7
image

મંદિરને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. મંદિર પણ રાહુ-કેતુની દિશામાં એટલે કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં ન રાખવું. આ દિશામાં મંદિર હોય તો વ્યક્તિને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી.

તુલસીનો છોડ

5/7
image

તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જો ઘરમાં તુલસીનો છોડ રાહુ-કેતુની દિશામાં રાખવામાં આવે તો તિજોરી ખાલી થવામાં સમય લાગતો નથી.  

સ્ટડી રુમ

6/7
image

બાળકોનો સ્ટડી રુમ પણ ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવાથી નુકસાન થઈ શકે છે. આ જગ્યાએ સ્ટડી રુમ હોય તો બાળકોનું મન અભ્યાસમાંથી વિચલિત થઈ જાય છે.

7/7
image