ઉત્તરાયણ જતી રહી! હવે આ તારીખથી શરૂ થશે ગુજરાતમાં 'ભારેથી અતિભારે' સમય! આ જિલ્લામાં ખેડૂતો ચેતી જજો

Ambalal Patel forecast: આગામી પાંચ દિવસ હવામાન શુષ્ક રહેવાનું પૂર્વાનુમાન છે. આજથી લઘુત્તમ તાપમાન ફરીથી બે ત્રણ ડિગ્રી ઘટવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સ્વચ્છ રહેવાનું અનુમાન આપ્યું છે. આજે શહેરમાં 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી આપવામાં આવી છે.

1/9
image

અંબાલાલ પટેલે કહ્યું છે કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે.  

2/9
image

રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.  

3/9
image

ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વની દિશામાં પવન ફૂંકાઈ રહ્યો છે. પવનની દિશાને કારણે હાલ ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં હાલ પાંચ દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. હાલ માવઠાની કોઈ શક્યતા નથી.

4/9
image

હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે, મંગળવારે નલિયા 6.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ રહ્યું હતું. આ સાથે અમદાવાદ 12.3, કંડલા એરપોર્ટ 9.1, ડીસા 9.2, રાજકોટ 9.9, ગાંધીનગર 11, વડોદરા 12.8, અમરેલી 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગે જણાવ્યું છે કે, ઘણા ખેડૂત ભાઈઓ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે પરંતુ આ વખતે 20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. 

5/9
image

તેઓના જણાવ્યા મુજબ હજુ પણ એક માવઠાની શક્યતાઓ છે. તે પછી પણ ઠંડી પડવાની છે. કદાચ 18થી 23 જાન્યુઆરી વચ્ચે એક માવઠું પણ થવાનું છે. આ માવઠા પછી પણ ઠંડીનો દોર ચાલુ રહેશે. જાન્યુઆરી મહિનામાં તો સંપૂર્ણપણે ઠંડી જોવા મળશે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ ઠંડી જોવા મળશે. સુરતમાં વધારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે. તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણનાં દિવસે ભારે પવન જોવા મળશે. 14 થી 16 જાન્યુઆરી દરમ્યાન રાજ્યનાં અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ઉત્તરાયણની સવારે રાજ્યનાં અનેક જીલ્લાઓમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી શકે છે.

6/9
image

ગુજરાતથી લઈને દેશભરમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ગુજરાતથી લઈને સમગ્ર દેશમાં ઠંડીનો ફરી કહેર છવાયો છે. ઠંડીનો કોપ વધી ગયો. પરંતું આગાહી એવી છે કે, આગામી 2 દિવસ આકરી ઠંડીનો અનુભવ થશે. બે દિવસની રાહત બાદ ફરી ઠંડીએ જોર પકડ્યું છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં તાપમાન 2થી 6 ડિગ્રી ઘટ્યું. ઉત્તરાયણ સુધી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે. ત્યારે ઉત્તરાયણમાં કેવો રહેશે પવન તે પણ જાણી લો. 

7/9
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યં કે, રાજ્યમાં ઉત્તરાયણ બાદ ઠંડીમાંથી રાહત મળશે. દક્ષિણ ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી સેલ્શિયલ રહેવાની શક્યતા છે. કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ઠંડી રહી શકે છે. તો મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. 

8/9
image

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, આ દિવસે પવનની સ્પીડ વધુ રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં પવનની સ્પીડ 20થી 22 કિમી પ્રતિ કલાકે રહેશે. સૌરાષ્ટ્રની અંદર પતંગરસિકો માટે સારા સમાચાર છે. કચ્છ વિસ્તારમાં પવનની ગતિ 14થી 18 કિમી પ્રતિ કલાકની રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 12થી 15 કિમી પ્રતિ કલાકે જોવા મળશે. તો છોટાઉદેપુર, દાહોદ, ગોધરા, મહીસાગરમાં પવનની ઝડપ 12થી 15 કિમી પ્રતિ કલાકે રહેશે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, વિરમગામ, આણંદ, નડિયાદ અને વડોદરામાં 10થી 12 કિમી પ્રતિ કલાકે રહેશે.  

9/9
image

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા છે. દિવસે પંખા ચાલુ રાખવાની પણ સ્થિતિ આવી શકે છે. રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા રહેશે. તેમણે એમ પણ કહ્યું કે, તાપમાન એટલું વધશે કે દિવસમાં તો ક્યારેક પંખા ચાલુ કરવાની સ્થિતિ થશે. 18 જાન્યુઆરીમાં રાજ્યમાં વાદળો આવવાની પણ શક્યતા છે. ક્યારેક કોઈક ભાગમાં છાંટાછૂટી પણ થઈ શકે છે. અરબ સાગરના ભેજ અને બંગાળના ઉપસાગરના ભેજને કારણે વાદળો આવતા ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે.