Ranveer Singh Deepika Padukone: જન્માષ્ટમી પર રણવીર સિંહ અને દીપિકાને શેર કરી ગૂડ ન્યુઝ, શેર કરી તસવીરો

Ranveer Singh Deepika Padukone Good News: બોલીવુડમાં ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે. થોડા સમય પહેલા રણબીર અને આલિયાએ પ્રેગ્નેન્સીની જાહેરાત કરી હતી અને હાલમાં બિપાશા બાસુ અને કરણ સિંહ ગ્રોવરે પણ જાહેરાત કરી કે તેઓ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. હવે એક્ટર્સ અને પતિ પત્ની રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે એક સારા સમાચાર શેર કર્યા છે. તેમણે તાજેતરમાં અલીબાગમાં એક નવું ઘર ખરીદ્યું છે જેનો ગૃહપ્રવેશની તસવીરો બંનેએ તેમના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કર્યા છે.

1/5
image

આ પહેલી તસવીરમાં રણવીર અને દીપિકા પૂજા કરતા જોવા મળી રહ્યા છે. સામે હવન કુંડ જોવા મળી રહ્યો છે અને પૂજાની સમાગ્રી પણ દેખાઈ રહી છે. હવન કુંડની પાઠળ કેટલીક તસવીરો પણ રાખવામાં આવી છે જે થોડી બ્લર્ડ છે.

2/5
image

અહીં બે તસવીરો છે, પહેલી તસવીરમાં દીપિકા અને રણવીરના હાથ દેખાઈ રહ્યા છે. દીપિકા આહુતિ આપી રહી છે અને રણવીર ઘી નાખી રહ્યો છે. બીજી તસવીરમાં એવું લાગી રહ્યું છે કે બંને આરતી કરી રહ્યા છે.

3/5
image

અહીં બંને તસવીરોમાં શ્રીફળ જોવા મળી રહ્યું છે જે શુભ માનવામાં આવે છે. જ્યાં પહેલી તસવીરમાં શ્રીફળ એક કળશ ઉપર કલાવાથી બાંધવામાં આવ્યું છે. બીજી તસવીરમાં રણવીર નાળિયેરમાંથી પાણી કાઢતો જોવા મળી રહ્યો છે.

4/5
image

ચોથી તસવીરમાં રણવીર અને દીપિકાના શરીરનો નિચેનો ભાગ જોવા મળી રહ્યો છે. બંનેએ એક બીજાનો હાથ પકડી રખ્યા છે અને રણવીરના ઘુંટણ પર રાખ્યા છે. પૂજાની સામગ્રી અને થાળી પણ આગળ દેખાઈ રહી છે.

5/5
image

આ તસવીરમાં પતિ પત્ની રણવીર અને દીપિકા તેમના નવા ઘરનો દરવાજો ખોલતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં પણ માત્ર રણવીર દીપિકાના હાથ જોવા મળી રહ્યા છે અને તે ઘરના લાકડીના દરવાજાનું હેન્ડને ખોલતા જોવા મળી રહ્યા છે.