અમદાવાદમાં ઉછરેલો આ ટીવી અભિનેતા હવે સૈફનું ધ્યાન રાખશે, બોલીવુડના ધુરંધર કલાકારોની કરે છે સુરક્ષા

સૈફ અલી ખાન 5 દિવસ બાદ લીલાવતી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈને ઘરે પાછા ફર્યા છે. પરંતુ ઘરમાં થયેલા હુમલાની દહેશત પરિવાર અને તેમના પર એ રીતે છે કે અભિનેતાએ ઘરે આવતા પહેલા જ એક મોટો નિર્ણય લઈ લીધો. આ નિર્ણયનો ખુલાસો ત્યારે થયો જ્યારે ડિસ્ચાર્જ સમયે ટીવ અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલા જાણીતા અભિનેતા હોસ્પિટલ અને તેમના ઘરની બહાર જોવા મળ્યા. જાણો કોણ છે અને સૈફે કયો નિર્ણય લીધો છે.

સૈફ અલી ખાનનો નિર્ણય

1/5
image

ચાકૂથી જીવલેણ હુમલો થયા બાદ સૈફ અલી ખાને પરિવાર અને પોતાની સુરક્ષા માટે પોતાની સિક્યુરિટી એજન્સી બદલી નાખી છે. સિક્યુરિટી બ્રીચ થયા બાદ અભિનેતાએ હવે ફિલ્મો અને ટેલિવિઝનમાં શાનદાર અભિનય કરનારા રોનિત રોય (59) ની સિક્યુરિટી એજન્સી એસ સિક્યુરિટી એન્ડ પ્રોટેક્શનને હાયર કરી છે. આ સિક્યુરિટી એજન્સીના માલિક રોનિત રોય છે. સૈફ અને કરીનાના આ નિર્ણયનો ખુલાસો ત્યારે થયો જ્યારે રોનિત લીલાવતી અને સૈફના ઘરની બહાર જોવા મળ્યા. 

જૂની એજન્સી પર ભરોસો નહીં

2/5
image

સૈફનો આ નિર્ણય એ વાતનો સ્પષ્ટ સંકેત છે કે આ ખતરનાક હુમલા બાદ હવે જૂની સિક્યુરિટી એજન્સી પર ભરોસો રહ્યો નથી. જેના કારણે હવે તે ચેતીને ચાલે છે. સૈફ અને કરીનાએ આ નિર્ણય સૈફને હોસ્પિટલમાંથી રજા મળ્યા પહેલા જ લઈ લીધો હતો. 

અનેક સેલિબ્રિટીઓને આપે છે સુરક્ષા

3/5
image

ખાસ વાત એ છે કે રોનિત રોયની સિક્યુરિટી એજન્સી બોલીવુડના અનેક જાણીતા સિતારાઓને સુરક્ષા પ્રોવાઈડ કરે છે. જેમાં અમિતાભ બચ્ચન, આમિર ખાન, સલમાન ખાન, શાહરૂખ ખાન, મિથુન ચક્રવર્તીના નામ સામેલ છે. 

25 વર્ષથી આપે છે સુરક્ષા

4/5
image

રોનિત રોયની આ સિક્યુરિટી એજન્સીને 25 વર્ષ થઈ ગયા છે. આ એજન્સી તેમણે 2000માં શરૂ કરી હતી. આમિર ખાન જ્યારે લગાન ફિલ્મનું શુટિંગ કરતા હતા ત્યારની આ વાત છે. વિકિપિડિયાની માહિતી મુજબ રોનત રોયનો જન્મ મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલો છે પરંતુ તેમનું બાળપણ અમદાવાદમાં વિત્યું છે. શાળાનું શિક્ષણ અમદાવાદમાં લીધુ અને ત્યારબાદ હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરીને મુંબઈ તરફ પ્રયાણ કર્યું. 

તગડી ફી લે છે

5/5
image

ત્યારે રોનિત રોયની એજન્સીએ અભિનેતાને સિક્યુરિટી આપી હતી. જો કે રોનિત રોય સિક્યુરિટી પ્રોવાઈડ કરવા માટે કેટલી ફી વસુલે છે તે તો જાણકારી સામે નથી આવી પરંતુ એટલું જરૂર છે કે તેઓ  તગડી ફી વસૂલતા હશે.