SBI ગ્રાહકોના દિવસો બદલાયા, હવે આ 5 FD માં પૈસા રોકશો તો મળશે 7.9% વ્યાજ

State Bank of India: જો તમારું પણ દેશની સૌથી મોટી બેંકમાં ખાતું છે તો આ તમારા માટે કામના સમાચાર છે. એસબીઆઇ (SBI FD Scheme) તરફથી ઘણા પ્રકારની સ્પેશિયલ એફડી (SBI FD) અને ટર્મ ડિપોઝિટની સુવિધા મળે છે. જો તમે પણ ફિકસ્ડ ડિપોઝિટ (fixed deposit) કરાવવા જઇ રહ્યા છો તો આ પહેલાં જાણી લો કે કઇ સ્કીમમાં કેટલા વ્યાજનો ફાયદો મળી રહ્યો છે. 

SBI ની ટોપ 5 સ્કીમ

1/6
image

એસબીઆઇ અમૃત કલશ, એસબીઆઇ વીકેર, એસબીઆઇ ગ્રીન ડિપોઝિટ, એસબીઆઇ સર્વોત્તમ જેવી ઘણી સ્કીમો પર 7.9 ટકા સુધી વ્યાજનો ફાયદો મળી રહ્યો છે. 

એસબીઆઇ અમૃત કલશ સ્કીમ (SBI Amrit Kalash Scheme)

2/6
image

SBI 'અમૃત કલશ' યોજનાની ખાસ વાત એ છે કે તેમાં 400 દિવસ એફડી પર 7.6 ટકાના દરથી વ્યાજ દર મળે છે. અમૃત કળશ સ્પેશિયલ એફડી યોજનામાં રોકાણ કરનારા સામાન્ય નાગરિકોને 7.10% વ્યાજ દર મળશે. આ સ્કીમમાં તમે 31 માર્ચ 2024 સુધી રોકાણ કરી શકે છે. આ એસબીઆઇની સ્પેશિયલ એફડી સ્કીમ છે. 

એસબીઆઇ વીકેર

3/6
image

એસબીઆઇ વીકેર સ્કીમમાં ફક્ત વરિષ્ઠ નાગરિક જ રોકાણ કરી શકો છો. આ યોજનામાં સીનિયર સિટીજન્સને 5 થી 10 લાખની અવધિ પર સૌથી વધુ વ્યાજનો ફાયદો મળે છે. આ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. આ યોજના અંતગર્ત 5 વર્ષ વર્ષથી 10 વર્ષની એફડી પર 7.50 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ગ્રાહકોને 7 દિવસમાંથી 10 વર્ષ સુધીની એફડી મળી રહી છે. તેમાં 3.5 થી 7.5 ટકા સુધી વ્યાજ મળી રહ્યું છે. 

એસબીઆઇ ગ્રીન રૂપી ટર્મ ડિપોઝિટ

4/6
image

SBI ગ્રાહક ગ્રીન ટર્મ ડિપોઝિટમાં વરિષ્ઠ નાગરિકોને 1111 દિવસ અને 1777 દિવસની મુદત માટે 7.15 ટકાના દરે વ્યાજ મળે છે. આ સિવાય ગ્રાહકોને 2222 દિવસના સમયગાળા પર 7.40 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. સામાન્ય નાગરિકોની વાત કરીએ તો આ લોકોને 1111 દિવસ અને 1777 દિવસના સમયગાળા માટે 6.65%ના દરે વ્યાજ મળી રહ્યું છે. બેંક 2222 દિવસની મુદત સાથે રિટેલ ડિપોઝિટ પર 6.40% ઓફર કરે છે.

SBI સર્વોત્તમ ટર્મ ડિપોઝિટ સ્કીમ

5/6
image

SBI ની આ સ્કીમનો સૌથી મોટો ફાયદો એ છે કે તે માત્ર એક વર્ષ અને બે વર્ષની સ્કીમ છે. SBI સર્વોત્તમ યોજનામાં સામાન્ય ગ્રાહકોને 2 વર્ષની ડિપોઝિટ એટલે કે FD પર 7.4 ટકા વ્યાજ મળી રહ્યું છે. તો બીજી તરફ વરિષ્ઠ નાગરિકોને આ યોજના પર 7.90 ટકા વ્યાજ મળી રહ્યું છે. તો બીજી તરફ એક વર્ષના રોકાણ પર, સામાન્ય લોકોને 7.10 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.60 ટકા વ્યાજ મળી રહ્યું છે.

SBI Annuity Deposit Scheme

6/6
image

SBI એન્યૂટી ડિપોઝિટ સ્કીમમાં તમારે એકસાથે રકમ જમા કરાવવી પડે છે. આ સ્કીમમાં જમાકર્તાને દર મહિને પ્રિંસિપલ એમાઉન્ટના એક ભાગ સાથે વ્યાજ આપવામાં આવે છે. આ વ્યાજ બેંકના ટર્મ ડિપોઝિટ એટલે એફડીના બરાબર જ હોય છે. એન્યૂટી ડિપોઝિટ સ્કીમમાં 36, 60, 84 કે 120 મહિના માટે પૈસા ડિપોઝિટ કરવામાં આવે છે.