નવા વર્ષની અંબાલાલ પટેલની ડરામણી આગાહીઓ! ગુજરાતીઓએ આ વર્ષે સહન કરવા પડશે આ પ્રકોપ
Gujarat Weather Forecast : અંબાલાલ પટેલે દિવાળીએ વરસાદ આવવાની આગાહી કરીને ગુજરાતીઓને ટેન્શન આપી દીધું હતું. પરંતુ સદનસીબે એવું કંઈ ના થયું. નવા વર્ષની શરૂઆત થઈ છે ત્યારે નવા વર્ષની અંબાલાલની આગાહીઓ ડરાવી દે તેવી છે તેમણે કહ્યું કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે. વાવાઝોડા, માવઠા, ઠંડીનો કહેર, ગરમીને સહન લોકોને આહ્વાહન કર્યું છે.
અંબાલાલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
તેમણે કહ્યું કે, તો આ બાદ 6 થી 8 નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. 7 થી 10 નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં 13-14 નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.
લોકો તહેવારની ઉજવણી કરવામાં મૂંઝવાયા છે. ત્યારે બીજી તરફ, હવામાન વિભાગની આગાહી ગુજરાતીઓને ખુશ કરી દે તેવી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે તેવી આગાહી કરી છે. સાથે જ આ દિવસોમાં વરસાદની કોઈ આગાહી નથી.
નવેમ્બર મહિનો શરૂ થઈ ગયો છે, પરંતુ હજુ પણ દિવસ દરમિયાન સૂર્ય ચમકી રહ્યો છે. હવે હવામાન વિભાગે કહ્યું છે કે 3 નવેમ્બરથી ઠંડી શરૂ થઈ રહી છે, કારણ કે ઉત્તર અને પૂર્વ ભારતમાં પારો ત્રણ ડિગ્રી સુધી ગગડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 3 થી 7 નવેમ્બરની વચ્ચે ઉત્તર પશ્ચિમ અને પૂર્વ ભારતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધવામાં આવી શકે છે. આ સિવાય દેશના અન્ય ભાગોમાં હવામાનમાં વધુ ફેરફાર થવાનો નથી. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.
બિન્દાસ્ત ઉજવો દિવાળી, નહિ આવે વરસાદ
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે જણાવ્યું કે, આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેશે. ગત રોજ અમદાવાદનું મહત્તમ તાપમાન 38.4 ડીગ્રી નોંધાયું છે, જે 3.2 ડિગ્રી વધુ તાપમાન છે. તો અમદાવાદનું લઘુત્તમ તાપમાન 23.4 ડિગ્રી તાપમાન છે, જે સામાન્ય 4.3 ડિગ્રી વધુ તાપમાન છે. વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે.
હવામાન વિભાગની આગાહી
સાથે જ હવામાન વિભાગે તો વરસાદ નહિ આવે તેવી આગાહીકરી છે. આગામી 7 દિવસ માટેની આગાહી કરી છે તેમાં ક્યાંય વરસાદની સંભાવનાઓ નથી. આ સાથે કોઈ ચેતવણી પણ આપવામાં આવી નથી. રાજ્યમાં 3 નવેમ્બર સુધી હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા નીચું જઈ રહ્યું છે. હવામાન વિભાગે કહ્યું કે શહેરમાં મંગળવાર રાતથી ઉત્તર પશ્ચિમથી પવનો ફૂંકાવાના શરૂ થયા છે. જેની અસરથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાયો. જો કે 5 નવેમ્બરથી રાત્રિનું તાપમાન 1થી 2 ડિગ્રી ઘટતા ઠંડી વધી શકે છે.
અંબાલાલ પટેલે શું કહ્યું
અંબાલાલ પટેલે જણાવ્યું કે, દિવાળીના તહેવારોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. 1 થી 7 નવેમ્બર વાતાવરણ વાદળછાયું રહેશે. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસરના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવી શકે છે. આ ઉપરાંત અંબાલાલે આ વર્ષે દિવાળી બગડવાની પણ કરી આગાહી. તેમણે કહ્યું કે, દિવાળી આસપાસ પણ વાદળવાયુ રહી શકે છે.
પરેશ ગોસ્વામીની આગાહી
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, આ વર્ષે દિવાળી 31 ઑકટોબરે આવી રહી છે. આ સમયે ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હવામાનમાં ફરીથી પલટો આવી શકે છે. જોકે તેમણે એવું પણ કહ્યું છે કે હવામાનમાં આવતા પલટાને કારણે કદાચ વરસાદ ન પણ આવે અને દિવાળી પર વાતાવરણ ચોખ્ખુ પણ રહી શકે છે. જો કે અત્યારે અલગ-અલગ મોડલોનું પ્રિડિકશન છે. તે મુજબ દિવાળી પર વાદળ છાયું વાતાવરણ જોવા મળી શકે છે.
તેમણે કહ્યું કે, દિવાળીના દિવસોમાં આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળશે. આ વાદળોની ઊંચાઈ 500 HPA લેવલ પર હશે. એટલે કે સાડા પાંચ કિલોમીટરની ઊંચાઈએ આ વાદળો બંધાવાના છે, જેના કારણે ઘણી વખતે છૂટાછવાયા ઝાપટા પડી જતા હોય છે. જેથી આગામી 30 અને 31 ઑકટોબર તેમજ પહેલી નવેમ્બરના રોજ ગુજરાતના વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. આ 3 દિવસ દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાંપટા વરસી શકે છે. હાલ બેવડી ઋતુ અનુભવાઈ રહી છે. જેને કારણે કારણે તાવ, શરદી અને ઉધરસના કેસ જોવા મળશે. જ્યારે આગામી 5 નવેમ્બરથી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થઈ જશે.
Trending Photos