Jagannath Rath Yatra 2022: જગન્નાથ પુરી મંદિરના આ તથ્યોનો વિજ્ઞાન પાસે પણ નથી કોઈ જવાબ, જાણો એવું તો શું છે અહીંયા
Jagannath Rath Yatra 2022: પુરીમાં ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ જગન્નાથ રૂપમાં બિરાજમાન છે. અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ ભક્તોને સામેથી દર્શન આપવા માટે નગર યાત્રા કરે છે, જેને લઇને દેશના ખુણે-ખણેથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભારતના ચાર ધામમાંથી એક છે જગન્નાથ પુરી. કહેવાય છે કે ત્રણેય ધામની યાત્રા કર્યા બાદ અહીં અંતમાં ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઇએ. જોકે, ભગવાન જગન્નાથની કૃપા કહો કે ચમત્કાર, પરંતુ આ મંદિરમાં આવો તો વિજ્ઞાનના તમામ નિયમો તમને ફેઈલ થતા જોવા મળશે. જેટલું સુંદર જગન્નાથ મંદિર છે એટલું જ રહસ્યમયી પણ છે. ત્યારે આજે વાત કરીશું એવા જ રહસ્યોની જે આજ દીન સુધી ઉકેલાયા નથી.
હવાની વિપરીત દિશામાં ફરકે છે ધજા
સામાન્ય રીતે મંદિરના શિપર પર લગાવેલી ધજા પવનની દિશામાં જ ફરકતી હોય છે. પરંતુ જગન્નાથ મંદિરમાં આ નિયમ લાગુ પડતો નથી. આ મંદિરના શિખર પર લહેરાતી ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં ફરકે છે. અહીં આવું કેમ થાય છે, તે આજ સુધી કોઈ જાણી શક્યું નથી.
પ્રસાદ બનાવવાની પ્રક્રિયા અલગ
મંદિરમાં પ્રસાદ બનાવવા માટે સાત વાસણનો ઉપયોગ કરવામાં આવે છે. આ તમામ વાસણને એકબીજા ઉપર રાખવામાં આવે છે અને પ્રસાદ લાકડા સળગાવીને તૈયાર કરવામાં આવે છે. આશ્ચર્યની વાત એ છે કે, આ પ્રક્રિયામાં સૌથી ઉપર રાખેલા વાસણમાં સૌથી પહેલા પ્રસાદ તૈયાર થાય છે.
મંદિર પર નથી ઉડતા પક્ષી
સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસેલા અને ઉડતા જોવા મળતા હોય છે. પરંતુ જગન્નાથ મંદિરની જો વાત કરવામાં આવે તો તમને આશ્ચર્ય લાગશે કે આ મંદિર પર કોઈ પક્ષી બેસેલું જોવા મળતું નથી અને ક્યારે આ મંદિર પરથી કોઈ પક્ષી પસાર થતું નથી.
પવનનો ઉલટો પ્રવાહ
સામાન્ય રીતે દરિયા કિનારે દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ ફૂંકાય છે અને સાંજે જમીનથી દરિયા તરફ ફૂંકાય છે. પરંતુ જગન્નાથ પુરીમાં વિપરિત જોવા મળે છે. દિવસમાં પવન જમીનથી દરિયા તરફ ફૂંકાય છે અને સાંજે દરિયા તરફથી મંદિર તરફ ફૂંકાતો જોવા મળે છે.
Trending Photos